Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સેન્ટ્રલ રેલવેના એમ્પ્લૉઈઝ માટેની સ્પેશ્યલ લોકલ પબ્લિક માટે ખોલવી કે બંધ જ કરી દેવી? આ બાબત પર થશે વિચારણા

સેન્ટ્રલ રેલવેના એમ્પ્લૉઈઝ માટેની સ્પેશ્યલ લોકલ પબ્લિક માટે ખોલવી કે બંધ જ કરી દેવી? આ બાબત પર થશે વિચારણા

Published : 29 October, 2026 07:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલ બે વિકલ્પ વિચારાઈ રહ્યા છે. એક એ સ્પેશ્યલ ટ્રેન જ બંધ કરી દેવી; બીજું, એ ટ્રેન કૉમન પબ્લિક માટે ખુલ્લી કરી દેવી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સેન્ટ્રલ રેલવેમાં સિગ્નલ-ફૅલ્યરને અને અન્ય કારણોને લઈ સોમવારે મુંબઈગરાઓએ ભારે હાલાકી ભોગવવી પડી હતી અને અનેક પ્રવાસીઓએ બે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી ટ્રૅક પર ઊતરી આગળના સ્ટેશને ચાલતા જવું પડ્યું  હતું. એ દિવસે ટ્રેનની અડફેટે આવી જતાં ૩ જણે જીવ પણ ગુમાવ્યો હતો. એ દિવસે સેન્ટ્રલ રેલવે દ્વારા માત્ર એના કર્મચારીઓ માટે દોડાવવામાં આવતી લોકલમાં અન્ય પ્રવાસીઓ ન ચડે એ માટે કર્મચારીઓએ દરવાજા અંદરથી બંધ કરી દીધા હતા અને કલાકોથી પ્લૅટફૉર્મ પર ટ્રેનની રાહ જોઈ રહેલા પ્રવાસીઓને એવી પરિસ્થિતિમાં ટ્રેનમાં ચડવા દીધા નહોતા. લોકો આજીજી કરી રહ્યા હતા. ગુસ્સો કરી રહ્યા હતા, પણ એ કર્મચારીઓ ટસના મસ નહોતા થયા. આ બાબતનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. હવે આ ઘટનાને લઈ સેન્ટ્રલ રેલવે એના પર ગંભીરતાથી વિચારી રહી છે. 

હાલ બે વિકલ્પ વિચારાઈ રહ્યા છે. એક એ સ્પેશ્યલ ટ્રેન જ બંધ કરી દેવી; બીજું, એ ટ્રેન કૉમન પબ્લિક માટે ખુલ્લી કરી દેવી. સેન્ટ્રલ રેલવે દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી સાંજે ૪.૩૦ વાગ્યે કલ્યાણ માટે માત્ર રેલવેના એમ્પ્લૉઈઝ માટે એ સ્પેશ્યલ ફાસ્ટ લોકલ દોડાવાય છે. આ લોકલ ફક્ત ભાયખલા, પરેલ, માટુંગા, કુર્લા, ઘાટકોપર, થાણે અને ડોમ્બિવલી સ્ટેશન પર ઊભી રહે છે. સોમવારે આખો દિવસ સેન્ટ્રલ રેલવેના ધાંધિયા હતા ત્યારે કુર્લા ગયા પછી અંદર પ્રવાસ કરી રહેલા રેલવેના કર્મચારીઓએ દરવાજા અંદરથી બંધ કરી દીધા હતા. થાણે સ્ટેશન પર સેંકડો લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા અને આવે વખતે એ લોકલ કલ્યાણ સુધી પ્રમાણમાં ખાલી જ દોડાવાઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK