વિજયે હું સિંગલ નથી એમ કીધાના થોડા દિવસોમાં જ બન્ને દેખાયાં એક રેસ્ટોરાંમાં
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
વિજય દેવરાકોન્ડા અને રશ્મિકા મંદાના રિલેશનશિપમાં છે એ ચર્ચા તો ઘણા સમયથી છે, પણ બન્નેએ આ વાતનો ક્યારેય એકરાર નથી કર્યો. ચર્ચા તો ત્યાં સુધીની થાય છે કે બન્ને લિવ-ઇન રિલેશનશિપમાં છે. વિજય દેવરાકોન્ડાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું ૩૫ વર્ષનો થયો છું, આ ઉંમરે કંઈ સિંગલ હોવાનો? આમ કહીને તેણે પરોક્ષ રીતે રિલેશનશિપમાં હોવાનો સંકેત આપેલો અને હવે સોશ્યલ મીડિયા પર એક ફોટો આવ્યો છે જેમાં બન્ને એક રેસ્ટોરાંમાં બેઠેલાં દેખાય છે. બન્નેએ ટ્વિનિંગ કરીને બ્લુ કપડાં પહેર્યાં છે. આ ફોટોમાં આમ તો વિજયની સામે બેઠેલી યુવતીની પીઠ દેખાય છે, પણ એ રશ્મિકા છે એ તેણે આ જ ડ્રેસમાં પોસ્ટ કરેલા એક ફોટો પરથી સાબિત થાય છે.