શાહરુખ ખાનની ૬૦મી વર્ષગાંઠે તેની આગામી ફિલ્મ ‘કિંગ’નો ફર્સ્ટ લુક રિલીઝ કરીને કિંગ ખાનના ફૅન્સને સરપ્રાઇઝ આપવામાં આવી હતી. જોકે ફર્સ્ટ લુક લૉન્ચ થતાં જ કેટલાક લોકોએ ચર્ચા શરૂ કરી દીધી હતી
					
					
શાહરુખ ખાનનો કિંગનો લુક બ્રૅડ પિટની સ્ટાઇલની કૉપી?
શાહરુખ ખાનની ૬૦મી વર્ષગાંઠે તેની આગામી ફિલ્મ ‘કિંગ’નો ફર્સ્ટ લુક રિલીઝ કરીને કિંગ ખાનના ફૅન્સને સરપ્રાઇઝ આપવામાં આવી હતી. જોકે ફર્સ્ટ લુક લૉન્ચ થતાં જ કેટલાક લોકોએ ચર્ચા શરૂ કરી દીધી હતી કે ફિલ્મમાં શાહરુખનો એક લુક થોડા સમય પહેલાં રિલીઝ થયેલી હૉલીવુડની ફિલ્મ ‘F1 ઃ ધ મૂવી’ના બ્રૅડ પિટના લુકની કૉપી છે. ‘કિંગ’ના ટીઝરમાં શાહરુખ મસ્ટર્ડ જૅકેટ સાથે લાઇટબ્લુ ડેનિમ શર્ટ, ક્રૉસબૉડી બૅગ અને એવિયેટર સનગ્લાસિસ સાથે જોવા મળે છે. શાહરુખનો આ લુક બ્રૅડ પિટના લુક સાથે ગજબનું સામ્ય ધરાવે છે. શાહરુખનો આ ‘કિંગ’-લુક હાલમાં તો ફૅન્સમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. જોકે કેટલાક ફૅન્સ એવી દલીલ પણ કરે છે કે શાહરુખ તો બ્રૅડ પિટ કરતાં બહુ પહેલાં ૨૦૧૭માં ‘જબ હૅરી મેટ સેજલ’માં આવા લુક સાથે જોવા મળ્યો હતો.
		        	
		         
        

