હાસ્ય, ગોટાળા અને મનોરંજનથી ભરપૂર ‘ધમાલ 4’ એક કૉમેડી ફિલ્મ છે.
આવતી કાલે રિલીઝ થઈ રહી છે ધમાલ 4
ફિલ્મની વાર્તા ફરી એવા ચાર લાલચુ પણ અત્યંત કમનસીબ મિત્રોની આસપાસ ફરે છે જેમને રહસ્યમય અક્ષર ‘M’ નીચે છુપાયેલા ૫૦ કરોડ રૂપિયાના ખજાનાની માહિતી મળે છે. આ ખજાનાની શોધ દરમ્યાન તેઓ સતત નવી-નવી મુશ્કેલીઓમાં ફસાતા જાય છે. ખોટા સંકેતો, એકબીજાનો પીછો, મારામારી, જંગલમાં સર્જાતી આફતો અને જોખમોથી ભરપૂર સફર વચ્ચે જ્યારે પણ તેમને લાગે છે કે હવે તેઓ કરોડપતિ બનવાના છે ત્યારે તેમની પોતાની જ મૂર્ખાઈ તેમની સફળતામાં આડે આવે છે. હાસ્ય, ગોટાળા અને મનોરંજનથી ભરપૂર ‘ધમાલ 4’ એક કૉમેડી ફિલ્મ છે.
ડિરેક્ટર ઇન્દ્રકુમારની આ ફિલ્મમાં અજય દેવગન, અર્શદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, રવિ કિશન, સંજય મિશ્રા, ઉપેન્દ્ર લિમયે, અંજલિ આનંદ, સંજીદા શેખ, ઈશા ગુપ્તા અને વિજય પાટકર જેવા કલાકારો મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
