રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે. ડિરેક્ટર નીતેશ તિવારી બે ભાગમાં ‘રામાયણ’ બનાવી રહ્યા છે. પ્રથમ ભાગ દિવાળી ૨૦૨૬માં રિલીઝ થઈ શકે છે.
ફાઇલ તસવીર
નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ને લઈને દર્શકોમાં ઘણો ઉત્સાહ છે. ૩ જુલાઈએ ફિલ્મના પ્રથમ ભાગનો ફર્સ્ટ લુક લૉન્ચ થવાનો છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે. ડિરેક્ટર નીતેશ તિવારી બે ભાગમાં ‘રામાયણ’ બનાવી રહ્યા છે. પ્રથમ ભાગ દિવાળી ૨૦૨૬માં રિલીઝ થઈ શકે છે.
નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત ફિલ્મ ‘રામાયણ પાર્ટ 1’ ભારતની ઘણી મોંઘી ફિલ્મોનો રેકૉર્ડ તોડવા જઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે રણબીર કપૂર અને સઈ પલ્લવીને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મનું બજેટ ૧૦૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૮૩૫ કરોડ રૂપિયા છે. આ હિસાબે આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટા બજેટવાળી ફિલ્મ બની ગઈ છે. હકીકતમાં ‘રામાયણ પાર્ટ 1’માં VFXનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સાથે જ એમાં મેગા સ્ટારકાસ્ટ જોવા મળશે અને એટલે જ આ ફિલ્મનું બજેટ વધી ગયું છે.

