લક્ષ્યની વેબસિરીઝ ‘The Ba***ds of Bollywood’ હિટ સાબિત થઈ હતી, જ્યારે અભયની ફિલ્મ ‘મુંજ્યા’એ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરીને જબરદસ્ત ધમાકો કર્યો હતો.
અનીત પડ્ડા, લક્ષ્ય લાલવાણી અને અભય વર્માનો ફૉર્બ્સ ઇન્ડિયા 30 સમાવેશ
હાલમાં ફૉર્બ્સ ઇન્ડિયા 30 અન્ડર 30ની યાદી જાહેર થઈ છે. આ યાદીમાં અલગ-અલગ ૧૫ કૅટેગરીમાં ૩૦ વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને સ્થાન આપવામાં આવ્યું છે. આમાં બિઝનેસમેન, પ્રોફેશનલ્સ, સ્પોર્ટ્સ અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં અનીત પડ્ડા, લક્ષ્ય લાલવાણી અને અભય વર્માના નામનો સમાવેશ થાય છે. અનીતને ૨૦૨૫માં આવેલી ફિલ્મ ‘સૈયારા’થી ઘણી લોકપ્રિયતા મળી હતી. લક્ષ્યની વેબસિરીઝ ‘The Ba***ds of Bollywood’ હિટ સાબિત થઈ હતી, જ્યારે અભયની ફિલ્મ ‘મુંજ્યા’એ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરીને જબરદસ્ત ધમાકો કર્યો હતો.
૨૩ વર્ષની અનીતે ૨૦૨૫માં પોતાની ફિલ્મ ‘સૈયારા’થી જોરદાર ધમાલ મચાવી હતી. આ ફિલ્મમાં અહાન પાંડે પણ જોવા મળ્યો હતો અને બન્નેની કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ૨૯ વર્ષના લક્ષ્યે ફિલ્મ ‘કિલ’થી બૉલીવુડમાં એન્ટ્રી લીધી હતી, પણ તેને ખરી ઓળખ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડેબ્યુ વેબસિરીઝ ‘The Ba***ds of Bollywood’થી મળી. આ સિરીઝ બાદ તેની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ. ૨૭ વર્ષના અભય વર્માને ફિલ્મ ‘મુંજ્યા’થી ખાસ ઓળખ મળી. હાલ તેની પાસે શાહરુખ ખાન સાથેની ફિલ્મ ‘કિંગ’ છે. આ ઉપરાંત તે રાશા થડાણી સાથે ઍક્શન ફિલ્મ ‘લાઇકી લાઇકા’માં પણ જોવા મળશે.


