જેનિલિયાએ રિતેશ અને તેમના બન્ને દીકરા રિઆન અને રાહિલનો વિડિયો શૅર કર્યો હતો જેમાં તેઓ લાતુરમાં આવેલા વિલાસરાવ દેશમુખના સ્મારક પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરતા જોવા મળે છે.
કાશ અમારા દીકરાઓ તમને મળી શક્યા હોત : જેનિલિયાની સસરાને શ્રદ્ધાંજલિ
રિતેશની પત્ની જેનિલિયાએ પણ સસરાની પુણ્યતિથિ પર સોશ્યલ મીડિયા પર હૃદયસ્પર્શી વાત કહી હતી. જેનિલિયાએ રિતેશ અને તેમના બન્ને દીકરા રિઆન અને રાહિલનો વિડિયો શૅર કર્યો હતો જેમાં તેઓ લાતુરમાં આવેલા વિલાસરાવ દેશમુખના સ્મારક પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરતા જોવા મળે છે. આ વિડિયો સાથે જેનિલિયાએ સસરાને સંબોધીને લખ્યું છે, ‘ડિયર પપ્પા, રિઆન અને રાહિલ હંમેશાં રિતેશને કહે છે કે મારા પપ્પા બેસ્ટેસ્ટ છે. એ વખતે રિતેશનો જવાબ હોય છે કે તમે મારા પપ્પાને નથી મળ્યા, તેમની સામે તમારા પપ્પા કંઈ નથી. કાશ રિઆન અને રાહિલ તમને મળી શક્યા હોત.’
વિલાસરાવ દેશમુખનું અવસાન ૨૦૧૨ની ૧૪ ઑગસ્ટે થયું હતું. રિઆનનો જન્મ ત્યાર પછી, ૨૦૧૪ની ૨૫ નવેમ્બરે અને રાહિલનો જન્મ ૨૦૧૬ની બીજી જૂને થયો હતો.
