એઇડેડ સ્કૂલોઓમાં ૨૦૨૪-’૨૫માં ૮૧ મૃત્યુ અને ૨૦૨૫-’૨૬માં ૧૧૯ મૃત્યુ નોંધાયાં હતાં
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગઢચિરોલીમાં એઇડેડ આશ્રમશાળાની હૉસ્ટેલમાં સર્પદંશથી ૩ આદિવાસી છોકરીઓનાં મૃત્યુ થયાં એને પગલે થતી મહારાષ્ટ્ર સરકારની ટીકા વચ્ચે અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં આશ્રમશાળાના ૫૮૪ વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. આદિવાસી વિકાસ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુનાં કારણોમાં સર્પદંશ, સિકલ સેલની ગંભીર બીમારી, અકસ્માત અને આત્મહત્યા છે. મહારાષ્ટ્રમાં ૫૦૦ સરકારી અને ૫૧૩ એઇડેડ આશ્રમશાળાઓ છે જેમાં આદિવાસી બાળકો માટે રહેવાની સુવિધાઓ છે. છેલ્લાં બે વર્ષમાં સરકારી આશ્રમશાળાઓમાં ૩૮૪ અને એઇડેડ આશ્રમ-સ્કૂલોમાં ૨૦૦ મૃત્યુ નોંધાયાં છે.
અધિકારીએ જણાવ્યું હતું કે ૨૦૨૪-’૨૫માં આશ્રમશાળાના ૧૭૦ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૨૦૨૫-’૨૬માં ૨૧૪ મૃત્યુ નોંધાયાં હતાં. આમાંથી ૩૬ સ્કૂલ-પ્રિમાઇસિસમાં અને ૩૪૮ ઘરે મૃત્યુ પામ્યા હતા એમ તેમણે જણાવ્યું હતું.
ADVERTISEMENT
એઇડેડ સ્કૂલોઓમાં ૨૦૨૪-’૨૫માં ૮૧ મૃત્યુ અને ૨૦૨૫-’૨૬માં ૧૧૯ મૃત્યુ નોંધાયાં હતાં.
