Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભારે વરસાદ વચ્ચે ગોવિંદા અને તેના દીકરાએ ગણપતિને આપી વિદાય

ભારે વરસાદ વચ્ચે ગોવિંદા અને તેના દીકરાએ ગણપતિને આપી વિદાય

Published : 17 September, 2026 06:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોવિંદા અને તેના દીકરા યશવર્ધને ભારે વરસાદ વચ્ચે દોઢ દિવસના ગણપતિ બાપ્પાનું પરંપરાગત રીતે વિસર્જન કર્યું. લાલ કુર્તામાં બન્ને મૂર્તિને વિસર્જન સ્થળ સુધી લઈ ગયા અને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો.

ગોવિંદા

ગોવિંદા


ગોવિંદાના પરિવારમાં વર્ષોથી દોઢ દિવસના ગણપતિ બાપ્પા રાખવાની પરંપરા છે. આ પરંપરા ગોવિંદાની મમ્મીના સમયથી ચાલી આવે છે. ગોવિંદા અને તેના દીકરા યશવર્ધને મંગળવારે સતત વરસી રહેલા વરસાદ વચ્ચે ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના કરીને પરંપરાગત રીતે તેમને વિદાય આપી હતી. વિસર્જનના વિડિયો અને તસવીરોમાં ગોવિંદા અને યશવર્ધન પરંપરાગત લાલ કુર્તામાં જોવા મળ્યા હતા. ભારે વરસાદ વચ્ચે પણ બન્ને ભીડમાંથી પસાર થઈને ગણપતિ બાપ્પાની મૂર્તિને વિસર્જનસ્થળ સુધી લઈ જતા જોવા મળ્યા હતા. આ દરમ્યાનન ગોવિંદા સમગ્ર સમય ધાર્મિક વિધિઓમાં વ્યસ્ત જોવા મળ્યો હતો. આ વિસર્જન વખતે સતત વરસાદ પડી રહ્યો હતો, પણ એની અસર તેના ઉત્સાહ પર જોવા મળી નહોતી.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 06:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK