Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગોવિંદા રિયલિટી શો રાઇઝ ઍન્ડ ફૉલ 2માં સ્પર્ધક તરીકે ચમકે એવા ચાન્સ

ગોવિંદા રિયલિટી શો રાઇઝ ઍન્ડ ફૉલ 2માં સ્પર્ધક તરીકે ચમકે એવા ચાન્સ

Published : 02 September, 2026 10:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોવિંદાને ‘રાઇઝ ઍન્ડ ફૉલ 2’માં સ્પર્ધક તરીકે જોડાવાની ઑફર મળી હોવાના અહેવાલ છે. મેકર્સ સાથે વાતચીત ચાલી રહી છે અને ડીલ ફાઇનલ થાય તો આ ગોવિંદાનો પ્રથમ રિયલિટી ટીવી શો બની શકે છે.

ગોવિંદા

ગોવિંદા


ગોવિંદા હવે રિયલિટી ટેલિવિઝનની દુનિયામાં સ્પર્ધક તરીકે એન્ટ્રી કરી શકે છે. રિપોર્ટ છે કે ગોવિંદાને ‘રાઇઝ ઍન્ડ ફૉલ 2’માં ભાગ લેવા માટે ઑફર કરવામાં આવી છે. આ શોની પહેલી સીઝન ઍમૅઝૉન MX પ્લેયર પર પ્રસારિત થઈ હતી. જો શોના મેકર્સ અને ગોવિંદા વચ્ચેની વાતચીત સફળ રહેશે તો આ શો ગોવિંદાનો સ્પર્ધક તરીકેનો પ્રથમ રિયલિટી ટીવી શો બનશે. મળતી માહિતી પ્રમાણે ગોવિંદા આ તકને લઈને ઉત્સાહિત છે અને હાલ મેકર્સ સાથે ડીલને આખરી સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. જોકે આ મામલે ગોવિંદા કે શોના નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

કઈ રીતે રમાય છે રિયલિટી શો ‘રાઇઝ ઍન્ડ ફૉલ’?



‘રાઇઝ ઍન્ડ ફૉલ’ એ આ નામના બ્રિટિશ રિયલિટી શોનું ભારતીય સંસ્કરણ છે. શોની પહેલી સીઝન અશ્નીર ગ્રોવરે હોસ્ટ કરી હતી અને ટીવી-ઍક્ટર અર્જુન બિજલાની વિજેતા બન્યો હતો. આ શો સત્તા અને સંઘર્ષ પર આધારિત એક સામાજિક પ્રયોગ જેવો છે જેમાં ૧૬ સેલિબ્રિટી સ્પર્ધકોને ધ રૂલર્સ અને ધ વર્કર્સ એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે. રૂલર્સ વૈભવી પેન્ટહાઉસમાં રહે છે અને તમામ નિર્ણયો લે છે જ્યારે ધ વર્કર્સ બેઝમેન્ટમાં રહીને મુશ્કેલ ટાસ્ક કરે છે અને પ્રાઇઝ મની જીતે છે. આ શોની ખાસિયત એ છે કે ગમે ત્યારે ઉપરવાળો નીચે આવી શકે છે અને નીચે સંઘર્ષ કરતી વ્યક્તિ સત્તા મેળવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2026 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK