Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિક્કી-કેટના લગ્નની શરતોથી પરેશાન મહેમાન લગ્નમાં જશે? એગ્રીમેન્ટ સાઈન કરવાથી લઈ...

વિક્કી-કેટના લગ્નની શરતોથી પરેશાન મહેમાન લગ્નમાં જશે? એગ્રીમેન્ટ સાઈન કરવાથી લઈ...

01 December, 2021 06:40 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શાહી લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.હોટેલ બુકિંગથી લઈને આઉટફિટ સિલેક્શન સુધી બધું જ થઈ ગયું છે.

કેટરિના કૈફ અને વિક્કી કૌશલ

કેટરિના કૈફ અને વિક્કી કૌશલ


બૉલિવૂડના સૌથી ચર્ચિત કપલ ​​વિકી કૌશલ અને કેટરિના કૈફ 9 ડિસેમ્બરે લગ્ન કરશે. શાહી લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.હોટેલ બુકિંગથી લઈને આઉટફિટ સિલેક્શન સુધી બધું જ થઈ ગયું છે. લગ્નને ગુપ્ત રાખવા માટે વિકી-કેટરિના દ્વારા મહેમાનોને દરરોજ એક નવો નિયમ કહેવામાં આવી રહ્યો છે.આ નિયમો અને કપલની કડકાઈથી મહેમાનો પરેશાન થઈ ગયા હોવાના અહેવાલ છે.

વિકી-કેટરિનાના લગ્નમાં આવેલા એક મહેમાનએ જણાવ્યું કે વિકી-કેટરિનાના લગ્નનું સંકલન કરતી ટીમ દ્વારા દરરોજ એક નવો નિયમ મોકલવામાં આવે છે. મહેમાને કહ્યું- મને ખબર નથી કે તેમની ટીમ જ આ બધાને લઈને આટલો તણાવ લઈ રહી છે કે પછી કપલ પોતે જ તેમના લગ્નને ખાનગી રાખવા માંગે છે. લગ્નમાં હાજરી આપવા માટે દરરોજ નવી શરતો સામે આવે છે. આ લગ્ન છે કોઈ રાજ્યનું રહસ્ય નથી જેની આટલી સુરક્ષા કરવામાં આવી રહી છે.



અતિથિએ જાહેર કર્યું કે કેટલીક શરતો અપમાનજનક છે. જો તમે તમારા અતિથિઓ પર વિશ્વાસ કરી શકતા નથી.. આ કરો, આ ન કરો, એમ તેમને કહેવામાં આવી રહ્યું છે. તો શા માટે તેમને બોલાવવા? તો બીજી તરફ, ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, લગ્નમાં હાજરી આપનારા મહેમાનો માટે એક નવી SOP બનાવવામાં આવી છે. 


જે મુજબ મહેમાનોએ નોન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટ (NDA)પર હસ્તાક્ષર કરવા પડશે. પરિણામે, તે વાત કરી શકશે નહીં, દંપતીના લગ્નમાં તેની હાજરી પર ફોટો નહીં લઈ શકે, વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ નહીં કરી શકે, વેડિંગ વેન્યુની ડિટેલ શેર નહીં કરી શકે, વેન્યુમાં ફોનનો ઉપયોગ નહીં કરી શકે. મહેમાનો પર આટલા બધાં નિયમો થોપતાં તો એુવું લાગે છે કે વિક્કી કૌશલ અને કેટરિના કૈફ પોતાના રિલેશનની જેમ લગ્નને પણ સુપર સીક્રેટ રાખવા માગે છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2021 06:40 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK