હર્ષવર્ધન રાણેએ એક દીવાને કી દીવાનિયતની સફળતા પછી ફી પાંચ ગણી કરી નાખી હોવાની ચર્ચા
હર્ષવર્ધન રાણે
હર્ષવર્ધન રાણે આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ ‘એક દીવાને કી દીવાનિયત’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મને સારીએવી સફળતા મળતાં તેની લોકપ્રિયતા અને ડિમાન્ડમાં વધારો થયો છે. આ ફિલ્મની સફળતા પછી રિપોર્ટ છે કે હર્ષવર્ધન હવે એક ફિલ્મ માટે ૧૦ કરોડ રૂપિયા ફી માગી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે તેણે ‘એક દીવાને કી દીવાનિયત’ માટે બે-ત્રણ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, પણ હવે તેની ફીમાં પાંચ ગણો વધારો કરીને એ ૧૦ કરોડ રૂપિયા સુધી પહોંચી છે.


