હેમા માલિનીએ સોશ્યલ મીડિયા પર દેશભક્તિનો સંદેશ આપતો એક વિડિયો શૅર કર્યો છે
હેમા માલિની
દેશભરમાં સ્વતંત્રતા દિવસના અવસરે સરકાર ‘હર ઘર તિરંગા’ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાનમાં ઍક્ટ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય હેમા માલિની પણ જોડાયાં છે અને તેમણે લોકોને તિરંગો લગાવવાની અપીલ કરી છે.
હેમા માલિનીએ સોશ્યલ મીડિયા પર દેશભક્તિનો સંદેશ આપતો એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તેઓ ભારતીય તિરંગાના સન્માનમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં જોવા મળે છે. આ વિડિયોમાં તે ગર્વ સાથે તિરંગો લહેરાવતાં દેખાય છે અને ‘હર ઘર તિરંગા’ તથા ‘વંદે માતરમ્’ જેવાં સૂત્રો બોલી રહ્યાં છે. આ વિડિયોમાં હેમા માલિનીએ ગળામાં એક નેક રૅપ પણ પહેર્યું છે, જેના પર ‘વંદે માતરમ્’ અને ‘જય હિન્દ’ જેવા પ્રેરણાદાયી શબ્દો લખેલા છે.

