Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધરમજી નહોતા ઇચ્છતા કે હું રાજકારણમાં આવું

ધરમજી નહોતા ઇચ્છતા કે હું રાજકારણમાં આવું

Published : 29 July, 2026 02:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હેમા માલિનીએ વર્ષો બાદ કર્યો ખુલાસો

 હેમા માલિની

હેમા માલિની


ઍક્ટ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય હેમા માલિની છેલ્લાં ૧૨ વર્ષથી લોકસભામાં મથુરાનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. હાલમાં તેમણે ખુલાસો કર્યો કે જ્યારે તેમણે રાજકારણમાં આવવાનો નિર્ણય લીધો હતો ત્યારે તેમના પતિ અને અભિનેતા ધર્મેન્દ્ર આ નિર્ણયના સમર્થનમાં નહોતા. હેમા માલિનીએ જણાવ્યું કે રાજકારણમાં આવવા માટે તેમને તેમનાં માતાએ પ્રોત્સાહિત કર્યાં હતાં અને વિનોદ ખન્નાએ તેમને માર્ગદર્શન આપ્યું હતું. જોકે ધર્મેન્દ્ર પત્ની હેમાના આ નિર્ણયથી ખુશ નહોતા અને એનું મુખ્ય કારણ રાજકારણમાં તેમનો પોતાનો અનુભવ હતો.
હેમા માલિનીએ પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે ‘રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ BJP મને ચૂંટણીપ્રચાર માટે દેશના વિવિધ ભાગોમાં મોકલતી હતી. હું જ્યારે પ્રચાર માટે જતી ત્યારે ધરમજીને મારી સુરક્ષાની સતત ચિંતા રહેતી હતી. એ સમયે તેઓ વારંવાર પૂછતા કે તને વિશ્વાસ છેને કે આટલી ભીડમાં તું સુરક્ષિત રહેશે? હેલિકૉપ્ટરમાં મુસાફરી કરતી વખતે પણ તેમને ચિંતા થતી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK