હિમાંશ કોહલીની ફૅમિલીને થયો કોરોના
હિમાંશ કોહલી
હિમાંશ કોહલીએ જણાવ્યું કે મારી ફૅમિલી કોરોના-પૉઝિટિવ થઈ છે, પણ મારો રિપોર્ટ નેગેટિવ છે. આ વાતની માહિતી આપતાં હિમાંશ કોહલીએ કહ્યું મે ‘મારા ડૅડીને તાવ હતો અને હલકાં લક્ષણો દેખાઈ રહ્યાં હતાં. પાંચ દિવસ પહેલાં જ તેઓ પૉઝિટિવ આવ્યા છે. હું પણ ટેસ્ટ માટે ગયો તો મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મારા ડૅડી બાદ મારી મમ્મીને અને મારી બહેનની પણ કોરોના-ટેસ્ટ કરાવવામાં આવતાં તેઓ કોરોના-પૉઝિટિવ આવ્યાં છે. મેં ફરીથી ટેસ્ટ કરાવી તો મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મારા ઘરમાં કામ કરનારનો અને મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મારા પેરન્ટ્સને હલકાં લક્ષણ છે. તેમનું ધ્યાન રાખવાની સાથે જ હું તમામ સાવધાની પણ રાખી રહ્યો છું. સાથે જ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવામાં આવે છે. મારા હાઉસ-હેલ્પને કિચનની જવાબદારી સોંપવામાં આવી છે. માત્ર તેને જ કિચનમાં જવાની મંજૂરી છે. મારા પેરન્ટ્સ તો શરૂઆતમાં ડરી ગયા હતા. જોકે મેં તેમને શાંત રહેવા જણાવ્યું છે. આપણે બધા મહામારી વચ્ચે સપડાયાં છીએ. એવામાં કોઈને પણ આ વાઇરસ લાગી શકે છે. એને કોઈ કલંકની જેમ જોવામાં ન આવે એ જરૂરી છે.’