Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભારતનું હૃદય પાકિસ્તાનમાં ધબકશે ચેન્નઈમાં કરાચીની છોકરીનું હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ થયું

ભારતનું હૃદય પાકિસ્તાનમાં ધબકશે ચેન્નઈમાં કરાચીની છોકરીનું હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ થયું

26 April, 2024 10:25 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રસ્ટની મદદથી આ સર્જરી ફ્રીમાં કરવામાં આવી હતી એટલે આયેશાના પરિવાર પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવ્યો નહોતો.

કરાચીમાં રહેતી ૧૯ વર્ષની આયેશા

લાઇફ મસાલા

કરાચીમાં રહેતી ૧૯ વર્ષની આયેશા


પાકિસ્તાનથી આવેલી છોકરીને તામિલનાડુના ચેન્નઈમાં નવું જીવન મળ્યું હતું. કરાચીમાં રહેતી ૧૯ વર્ષની આયેશાનું હૃદય બરાબર કામ કરતું નહોતું એટલે તેને ચેન્નઈની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આયેશાના હાર્ટ-વાલ્વમાં લીકેજ હોવાથી તેને લાઇફ-સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવી હતી. અહીં ડૉક્ટરોએ એક ભારતીય છોકરાનું હાર્ટ આ છોકરીમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. દિલ્હીથી હૃદય ચેન્નઈ આવ્યું અને તેની તરત જ સર્જરી કરવામાં આવી. ટ્રસ્ટની મદદથી આ સર્જરી ફ્રીમાં કરવામાં આવી હતી એટલે આયેશાના પરિવાર પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવ્યો નહોતો. હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાં સામાન્ય રીતે ૩૫ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે, પણ આયેશાની સર્જરીનું બિલ ડૉક્ટર અને ટ્રસ્ટ તરફથી ચૂકવવામાં આવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2024 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK