હૃતિક રોશન અને સબા આઝાદે ગઈ કાલે તેમની રિલેશનશિપને પાંચ વર્ષ પૂર્ણ થયાનું સેલિબ્રેશન કર્યું હતું. ૨૦૨૨માં પોતાના સંબંધને જાહેર કરનાર આ કપલે વેકેશનની કેટલીક રોમેન્ટિક તસવીરો શૅર કરીને આ ખાસ પ્રસંગની ઉજવણી કરી હતી.
હૃતિક રોશન અને સબા આઝાદે ઊજવી રિલેશનશિપની પાંચમી વર્ષગાંઠ
હૃતિક રોશન અને સબા આઝાદે ગઈ કાલે તેમની રિલેશનશિપને પાંચ વર્ષ પૂર્ણ થયાનું સેલિબ્રેશન કર્યું હતું. ૨૦૨૨માં પોતાના સંબંધને જાહેર કરનાર આ કપલે વેકેશનની કેટલીક રોમેન્ટિક તસવીરો શૅર કરીને આ ખાસ પ્રસંગની ઉજવણી કરી હતી.
ગઈ કાલે હૃતિકે સોશ્યલ મીડિયા પર સબા આઝાદ સાથેની કેટલીક ખાસ પળોની તસવીરો શૅર કરી હતી અને નોંધ લખી હતી કે ‘આપણો જન્મદિવસ છે. મારી પ્રિય, પાંચમી વર્ષગાંઠની ખૂબ-ખૂબ શુભેચ્છા.’
૧૨ વર્ષ નાની સબા આઝાદ સાથેના રિલેશન પહેલાં હૃતિક અને સુઝૅન ખાન ૧૪ વર્ષનાં લગ્નજીવન પછી ૨૦૧૪માં અલગ થઈ ગયાં હતાં. જોકે આ પછી પણ બન્ને સાથે મળીને દીકરાઓ રેહાન અને રિદાનનું કો-પેરન્ટિંગ કરી રહ્યાં છે.