FDAએ બે દિવસમાં બોરીવલીની રાધા કૃષ્ણા હોટેલ સહિત મુંબઈની ૧૨ રેસ્ટોરાં અને બેકરીનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં
તુકારામ મુંઢે
ફૂડ ઍન્ડ ડ્રગ અૅડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ૨૮થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન વિવિધ જિલ્લાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં મીઠાઈ, ચીઝ, ઘી, પનીર, દૂધ, ક્રીમ, બદામ, સ્કિમ્ડ મિલ્ક પાઉડર, તેલ, કાજુ, માવો અને મમરાનો હલકી ગુણવત્તાનો, અનસેફ અને ખોટું લેબલિંગ ધરાવતો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એ જપ્ત કરાયેલા માલમાં ૩૯૨૦.૨૦ કિલો ખાદ્યપદાર્થ અને ૬૧૭ લીટર દૂધનો સમાવેશ થતો હતો. વળી આ કાર્યવાહી અંતર્ગત બોરીવલીની રાધા કૃષ્ણા હોટેલ સહિત મુંબઈની ૧૨ એસ્ટૅબ્લિશમેન્ટનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
કોનાં ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ થયાં?
બાંદરા–કુર્લા કૉમ્પ્લેક્સમાં મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ના પી.આર. જેના કેટરર્સ.
ગોવંડીમાં આવેલી સરકારી શતાબ્દી હૉસ્પિટલની કૅન્ટીન.
દાદર-વેસ્ટની કોહિનૂર હૉસ્પિટલિટી, મૅનેજમેન્ટ અપ્લાઇડ ટ્રેઇનિંગ સેન્ટર.
દાદરની મેસર્સ ફેવરિટ ટેકઅવે.
