દસ્તાવેજો મુજબ આ ડીલમાં ૧.૮૬ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા જેટલી રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી હતી.
હૃતિક રોશન
હૃતિક રોશન અને તેના પિતા રાકેશ રોશનની કંપની HRX Digitech LLPએ મુંબઈના ચાંદિવલી વિસ્તારમાં ત્રણ ઑફિસ યુનિટ્સ ૩૧ કરોડ રૂપિયામાં ખરીદ્યાં છે. આ ડીલના ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે માહિતી મળે છે કે આ નવી ખરીદેલી ઑફિસો અંધેરી-ઈસ્ટમાં આવેલા ચાંદિવલીના બૂમરૅન્ગ બિલ્ડિંગના પ્રથમ માળે આવેલી છે. કુલ ૧૩,૫૪૬ સ્ક્વેર ફીટના કાર્પેટ વિસ્તારમાં રહેલી આ ઑફિસોની ખરીદીનું રજિસ્ટ્રેશન ૯ જુલાઈએ થયું હતું. દસ્તાવેજો મુજબ આ ડીલમાં ૧.૮૬ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા જેટલી રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી હતી.
આ પહેલાં પણ ૨૦૨૪ના સપ્ટેમ્બરમાં HRX Digitech LLPએ બૂમરૅન્ગ બિલ્ડિંગના પાંચમા માળે પાંચ ઑફિસ યુનિટ્સ ૩૭.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યાં હતાં. આ યુનિટ્સ ૧૭,૩૮૯ સ્ક્વેર ફીટનો કાર્પેટ વિસ્તાર ધરાવતાં હતાં. આ પ્રૉપર્ટીને ૨૦૨૪ની ૫ સપ્ટેમ્બરના ૨.૨૬ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ભરીને ખરીદવામાં આવી હતી.

