હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું છે ત્યારે હૃતિક રોશને ફિલ્મની ટીમની પ્રશંસા કરતી એક ઇમોશનલ પોસ્ટ શૅર કરી છે
હૃતિક રોશન
ફિલ્મમેકર ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી તેમની ૨૧ નવેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ‘120 બહાદુર’ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું છે ત્યારે હૃતિક રોશને ફિલ્મની ટીમની પ્રશંસા કરતી એક ઇમોશનલ પોસ્ટ શૅર કરી છે. હૃતિકે પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર લખ્યું છે કે ‘ફરહાન અને રિતેશ, મારા મિત્રો, મેં તમને વર્ષોથી સીમાઓ તોડતાં અને નવી ઊંચાઈઓને સ્પર્શતા જોયા છે. મને ‘લક્ષ્ય’ ફિલ્મની અમારી મહેનત અને જુસ્સો યાદ છે, પણ ‘120 બહાદુર’માં જે પૅશન છે એ એના કરતાં પણ વિશેષ છે.’

ADVERTISEMENT
હૃતિકે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેને આખી ટીમ પર ગર્વ છે અને તે આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત છે. પોતાની આ લાગણીને શબ્દ આપતાં તેણે કહ્યું કે ‘મારી શુભકામનાઓ સમગ્ર ટીમને, ડિરેક્ટર રજનીશને અને મારા બહાદુર મિત્ર ફરહાનને. મેં ૨૧ નવેમ્બરનો દિવસ મારા કૅલેન્ડરમાં માર્ક કરી લીધો છે.’


