ફિલ્મની મૂળ વાર્તા એક અમેરિકન લેખક દ્વારા લખાઈ છે જેને ભારતીય રૂપમાં રજૂ કરવામાં આવશે
ફિલ્મ ‘મેસ’માં મુખ્ય ભૂમિકામાં હૃતિક રોશન જોવા મળશે
હૃતિક રોશને પોતાની આવનારી ફિલ્મ ‘મેસ’ વિશે માહિતી આપતાં સોશ્યલ મીડિયા પર એક ખાસ તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તેની સાથે તેનો કઝિન ભાઈ ઈશાન રોશન પણ જોવા મળે છે. ફિલ્મ ‘મેસ’ હૃતિક રોશનના પ્રોડક્શન બૅનર હેઠળ બનાવવામાં આવશે, જ્યારે એના પ્રોડ્યુસર તરીકે ઈશાન રોશન કામ સંભાળશે. ફિલ્મની મૂળ વાર્તા એક અમેરિકન લેખક દ્વારા લખાઈ છે જેને ભારતીય રૂપમાં રજૂ કરવામાં આવશે.
શું છે વાર્તા?
ADVERTISEMENT
‘મેસ’ની કહાની કેટલાક ચોરો પર આધારિત છે જે એક એવી વ્યક્તિના ઘરમાં ચોરી કરવા જાય છે જે ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડરથી પીડાતી હોય છે. જેમ-જેમ રાત પસાર થાય છે એમ-એમ ચોરોને સમજાય છે કે ઘર તેમની કલ્પના મુજબનું નથી. પરિસ્થિતિ એવી બની જાય છે કે હવે ચોરો પોતે જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને આખી રાત જીવતા બચવા માટે સંઘર્ષ કરતા રહે છે. આ ફિલ્મ હળવી અને મજેદાર કૉમેડી તરીકે રજૂ થશે.
ફિલ્મ ‘મેસ’માં મુખ્ય ભૂમિકામાં હૃતિક રોશન જોવા મળશે. હાલમાં અન્ય કલાકારો વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સાથે જ ફિલ્મની રિલીઝ-ડેટ વિશે પણ ટૂંક સમયમાં માહિતી જાહેર થવાની સંભાવના છે.
