પોસ્ટમાં બન્ને દાવેદારોના ફોટો સાથે જાહેર કર્યું હતું કે ઈજામાંથી રિકવર થઈ રહ્યો હોવાથી પૅટ કમિન્સ અમુક મૅચો ગુમાવશે. તે સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધી ઈશાન કિશન ટીમનો કૅપ્ટન અને અભિષેક શર્મા વાઇસ-કૅપ્ટન રહેશે.
પૅટ કમિન્સની ગેરહાજરીમાં કિશન કૅપ્ટન, અભિષેક વાઇસ-કૅપ્ટન
IPL છેલ્લી બે સીઝનથી સનરાઇઝર્સ હૈદરાબાદની કૅપ્ટન્સી ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર પૅટ કમિન્સ કરી રહ્યો છે, પણ ઇન્જરીને લીધે કમિન્સ આ સીઝનની શરૂઆતની અમુક મૅચો રમી ન શકવાનો હોવાથી ટીમની આગેવાની માટે વિકેટકીપર-બૅટર ઈશાન કિશન અને ડૅશિંગ ઓપનર અભિષેક શર્મા વચ્ચે સ્પર્ધા હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. હૈદરાબાદ મૅનેજમેન્ટે ગઈ કાલે સોશ્યલ મીડિયામાં આ વિશે એક પોસ્ટ કરીને બધી જ ચર્ચાઓનો અંત લાવી દીધો હતો. પોસ્ટમાં બન્ને દાવેદારોના ફોટો સાથે જાહેર કર્યું હતું કે ઈજામાંથી રિકવર થઈ રહ્યો હોવાથી પૅટ કમિન્સ અમુક મૅચો ગુમાવશે. તે સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધી ઈશાન કિશન ટીમનો કૅપ્ટન અને અભિષેક શર્મા વાઇસ-કૅપ્ટન રહેશે.
થોડા સમય પહેલાં જ ડોમેસ્ટિક ક્રિકેટમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કિશનના નેતૃત્વમાં જ ઝારખંડ પહેલી વાર ચૅમ્પિયન બન્યું હતું. આથી હૈદરાબાદની કૅપ્ટન્સીની રેસમાં કિશનને મજૂબત દાવેદાર ગણાવામાં આવી રહ્યો છે.
