° °

આજનું ઇ-પેપર
Saturday, 04 December, 2021


Hum Do Humare Do Trailer Release: જાણો કેમ માતા-પિતા દત્તક લેશે રાજકુમાર રાવ

11 October, 2021 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટ્રેલરમાં અનેક એવા હ્રદયસ્પર્શી મોમેન્ટ્સ બતાવવામાં આવ્યા છે, જે ફિલ્મ ખૂબ જ સરસ હોવા તરફ ઇશારો કરી રહ્યા છે.

Hum Do Humare Do Trailer Release: જાણો કેમ માતા-પિતા દત્તક લેશે રાજકુમાર રાવ

Hum Do Humare Do Trailer Release: જાણો કેમ માતા-પિતા દત્તક લેશે રાજકુમાર રાવ

`પ્યાર ઔર પરિવાર કે લિયે સબ જાયઝ હૈ...` બૉલિવૂડ એક્ટર રાજકુમાર રાવ પોતાની અપકમિંગ ફિલ્મ `હમ દો હમારે દો`માં આ મંત્ર અપનાવતો દેખાશે. હમ દો હમારે દોનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં રાજકુમાર રાવ અને કૃતિ સેનનની જબજસ્ટ કેમિસ્ટ્રી ચાહકોમાં લોકપ્રિય થઈ રહી છે. ટ્રેલરમાં અનેક એવા હ્રદયસ્પર્શી મોમેન્ટ્સ બતાવવામાં આવ્યા છે, જે ફિલ્મ ખૂબ જ સરસ હોવા તરફ ઇશારો કરી રહ્યા છે. રાજકુમાર રાવ પોતાની લેડી લન એટલે કે કૃતિ સેનને ઇમ્પ્રેસ કરવા માટે ફિલ્મમાં એક આગવી મથામણમાં ગૂંચવાયેલો દેખાશે.

અનોખી વિચારધારા પર બેઝ્ડ છે ફિલ્મની સ્ટોરી
દિનેશ વિઝન પ્રૉડક્શનમાં બનતી ફિલ્મ હમ દો હમારે દોની સ્ટોરી ઝડપથી બદલાતા જમાનાની નવી વિચારધારા અને અવનવા કૉન્સેપ્ટ પર બેઝ્ડ છે. ફિલ્મની સ્ટોરીમાં હીરો પોતાની લેડી લવને ઇમ્પ્રેસ કરવા માટે કોઈ મોંઘીદાટ ગાડી કે ઘર નહીં પણ ડુપ્લિકેટ પેરેન્ટ્સ અરેન્જ કરવાનો પ્રયત્ન કરે છે. 

તમામ પ્રયત્નો બાદ ફિલ્મના હીરો રાજકુમાર રાવને પરેશ રાવલ અને રત્ના પાઠક શાહમાં પોતાના ડુપ્લિકેટ પેરેન્ટ્સ તો મળી જશે, પણ ત્યાર બાદ શરૂ થશે રસપ્રદ કન્ફ્યૂઝન, જે લોકો માટે કૉમેડી નીપજાવશે. શૉમાં બધા કલાકારોની કરેક્ટ કૉમિક ટાઇમિંગ અને તેમની કેમિસ્ટ્રી ફિલ્મને ફની અને એન્ટરટેઇનિંગ બનાવશે.

કૉમેડી ફિલ્મ છે હમ દો હમારે દો
ફિલ્મ વિશે વાત કરતા દિનેશ વિજને કહ્યું કે, "Maddock ટ્રસ્ટને કોન્ટેન્ટ થકી ચાલનારી ફિલ્મોની ક્ષમતા પર વિશ્વાસ છે, જ્યારે મિમી એક ફેમિલી બેઝ્ડ એન્ટરટેનિંગ ફિલ્મ હતી. પણ હમ દો હમારે દો સાથે અમે ફમિલીના એસેન્સને આગળ વધાર્યો છે, કારણકે અંતે એક પરિવારના લોકો જ એવા હોય છે, જેમને આપણે સૌથી વધારે પ્રેમ કરીએ છીએ અને પોતાની સાથે રાખીએ છીએ. આ ફિલ્મ એક બહેતર કૉમેડી ફિલ્મ છે, જેનો આનંદ ત્રણેય પેઢીઓ માણી શકે છે."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kriti (@kritisanon)

જબરજસ્ત છે ફિલ્મની સ્ટારકાસ્ટ
પરેશ રાવલ અને રત્ના પાઠક જેવા દિગ્ગજ કલાકાર પોતાના દળદાર અભિનય માટે જાણીતા છે. તો બીજી તરફ રાજ કુમાર રાવની કૉમિક ટાઇમિંગના તો બધા ફેન છે જ. મિમીની જબરજસ્ત સફળતા બાદ સેન્સેશનલ કૃતિ પણ ફિલ્મનો મુખ્ય ભાગ છે. આ સિવાય ફિલ્મની આખી સ્ટારકાસ્ટ એટલી સરસ છે કે તે ચોક્કસ કૉમેડી દ્વારા લોકપ્રિય બનશે. 

ફિલ્મ દિવાળીના અવસરે રિલીઝ થશે. ટ્રેલર જોઈને કહી શકાય છે કે આ દિવાળીના અવસરે ક્રિતી સેનન અને રાજકુમાર રાવની કૉમેડી બેઝ્ડ ફેમિલી ડ્રામા ફિલ્મ હમ દો હમારે દો દર્શકોને ખૂબ જ એન્ટરટેઇન કરશે.

11 October, 2021 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

પંજાબમાં પ્રદર્શનકારીઓએ કંગનાની કારને રોકી, વીડિયો શેર કરી અભિનેત્રીએ કહ્યું..

પોતાના નિવેદનોને કારણે હંમેશા વિવાદમાં રહેતી કંગના ફરી મુશ્કેલીમાં આવી છે.

03 December, 2021 06:31 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

જ્યારે સોનમ કપૂરને પણ કરવી પડી હતી વેઈટ્રેસની નોકરી... જાણો વધુ

અનુપમ ખેર શો માં પહોંચેલી અભિનેત્રી સોનમ કપૂરે આ વાતનો ખુલાસો કર્યો હતો.

03 December, 2021 06:09 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સમીર સોની બન્યો લેખક

સમીર સોની હવે ‘માય એક્સ્પીરિયન્સ વિથ સાઇલન્સ’ દ્વારા લેખક બની ગયો છે.

03 December, 2021 01:48 IST | mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK