Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્ટારની વ્યાખ્યા ઝડપથી બદલાઈ ગઈ છે: તમન્ના ભાટિયા

સ્ટારની વ્યાખ્યા ઝડપથી બદલાઈ ગઈ છે: તમન્ના ભાટિયા

27 May, 2021 12:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે વેબ-સિરીઝ ‘નવેમ્બર સ્ટોરી’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી છે

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા


તમન્ના ભાટિયાનું કહેવું છે કે હવે સ્ટારની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. તે તેલુગુ અને તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દસ વર્ષથી સક્રિય છે. સાથે જ તે બૉલીવુડ અને કન્નડ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરી રહી છે. આ સાથે તેણે વેબ-સિરીઝ ‘નવેમ્બર સ્ટોરી’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી છે. તેને માધ્યમથી કોઈ ફરક નથી પડતો. આ વિશે તમન્નાએ કહ્યું હતું કે ‘મને બે મીડિયમ વચ્ચે પસંદ કરવાની જરૂર નથી પડતી, કારણ કે મને બન્ને મીડિયમમાં કામ કરવા મળે છે. મને એવું લાગે છે કે ફૅન ફૉલોઇંગ એક થઈ શકે છે. આપણે હાલમાં જે સ્થિતિ, મહામારીમાં જીવીએ છીએ એને જોતાં એ યોગ્ય પણ છે. ફિલ્મોને લઈને જે લાગણી છે એ પણ અલગ છે એથી આજની પેઢી માટે દસ વર્ષ પહેલાંની સ્થિતિ અઘરી રહી હોત. આજે જે પ્રકારે સિનેમાને જોવામાં આવે છે એ અલગ છે. વર્તમાનમાં સ્ટારની વ્યાખ્યા ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. એથી લોકો કોઈ એક ઍક્ટર અથવા તો કોઈ ટૅલન્ટ માટે નહીં પરંતુ સારા કન્ટેન્ટને જુએ છે અને એને પસંદ પણ કરે છે. મને લાગે છે કે ૧૦ વર્ષ પહેલાં જે સ્ટારડમ જોયું હતું એ પ્રામાણિક ફૅન ફૉલોઇંગને વિકસિત કરવાની રીતભાત હતી. હું નસીબદાર છું કે મને એનો અનુભવ મળ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2021 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK