Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > પિતૃપક્ષ ૨૦૨૬: લક્ષ્મી નારાયણ યોગને લીધે ચમકશે આ ચાર રાશિઓના ભાગ્ય

પિતૃપક્ષ ૨૦૨૬: લક્ષ્મી નારાયણ યોગને લીધે ચમકશે આ ચાર રાશિઓના ભાગ્ય

Published : 25 September, 2026 03:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Pitru Paksha 2026: પિતૃ પક્ષના અગાઉ તુલા રાશિમાં બુધ અને શુક્ર ગ્રહની યુતિથી અત્યંત દુર્લભ `લક્ષ્મી નારાયણ યોગ`નું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે યોગના પ્રભાવથી કેટલીક વિશેષ રાશિઓના જાતકોને નાણાકીય ક્ષેત્રે અને કરિયરમાં મોટો લાભ મળવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


હિંદુ ધર્મમાં પિતૃપક્ષને (Pitru Paksha 2026) પૂર્વજોનું સ્મરણ કરવા, શ્રાદ્ધ, તર્પણ અને તેમના પ્રત્યે આદર-શ્રદ્ધા વ્યક્ત કરવાનોઅત્યંત પવિત્ર સમય માનવામાં આવે છે. પરંતુ આ વખતે વર્ષ ૨૦૨૬ના પિતૃપક્ષની શરૂઆત પહેલાં ગ્રહોની સ્થિતિ જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ ખાસ અને શુભ માનવામાં આવી રહી છે. ડ્રિક પંચાંગ અનુસાર, ૨૬ સપ્ટેમ્બરના રોજ શુક્ર ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં બુધ ગ્રહ પહેલેથી જ બિરાજમાન છે. એક જ રાશિમાં બુધ અને શુક્રની આ યુતિથી અત્યંત શુભ ગણાતો `લક્ષ્મી નારાયણ યોગ` સર્જાઈ રહ્યો છે. આ શુભ સંયોગ રચાયાના બીજા જ દિવસે, એટલે કે ૨૭ સપ્ટેમ્બરથી પિતૃપક્ષનો પ્રારંભ થશે. જ્યોતિષીય માન્યતાઓ મુજબ, આ દુર્લભ યોગના પ્રભાવથી કેટલીક રાશિઓના ધન, કરિયર અને વ્યાપાર ક્ષેત્રે મોટો સકારાત્મક બદલાવ જોવા મળશે.

શું છે આ લક્ષ્મી નારાયણ યોગ?



વેદિક જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, તર્કશક્તિ, વ્યાપાર અને સંચારનો કારક માનવામાં આવે છે, જ્યારે શુક્ર ગ્રહને ભૌતિક સુખ-સુવિધાઓ, સમૃદ્ધિ, કલા, આકર્ષણ અને વૈભવનો પ્રતીક માનવામાં આવે છે. જ્યારે પણ આ બંને શુભ ગ્રહો કોઈ એક જ રાશિમાં યુતિ રચે છે, ત્યારે જ્યોતિષમાં તેને `લક્ષ્મી નારાયણ યોગ` તરીકે ઓળખવામાં આવે છે. આ યોગ વ્યક્તિના જીવનમાં નાણાકીય સ્થિરતા અને પ્રગતિ લાવે છે.


આ રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર

૧. મિથુન રાશિ:


મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો આર્થિક બાબતોમાં ઉત્તમ તકો લઈને આવશે. ભૂતકાળમાં કરેલા રોકાણથી સારું વળતર મળી શકે છે તથા લાંબા સમયથી અટકેલા નાણાકીય કામો ઉકેલાશે. નોકરી-ધંધામાં અટકેલા પ્રોજેક્ટ્સ ફરી ઝડપ પકડશે. મીડિયા, લેખન, કોમ્યુનિકેશન અને માર્કેટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને નવી તકો પ્રાપ્ત થશે અને પરિવાર તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના છે.

૨. તુલા રાશિ:

લક્ષ્મી નારાયણ યોગ તુલા રાશિમાં જ બની રહ્યો હોવાથી આ રાશિના જાતકોને સૌથી વધુ લાભ થશે. વ્યાપારીઓને નવા સંપર્કો અને વ્યવસાયના વિસ્તરણથી મોટો આર્થિક ફાયદો થશે. લાંબા સમયથી અટકેલી કાગળ કામગીરી કે સરકારી પ્રક્રિયાઓ પૂર્ણ થશે. આ ઉપરાંત વિદેશ સંબંધિત વેપાર કે વિદેશી કંપનીઓ સાથે કામ કરતા લોકોને પ્રગતિની નવી તકો સાંપડશે.

૩. ધનુ રાશિ:

ધનુ રાશિના જાતકો માટે આ યોગ આવક અને કરિયરમાં મોટો સાનુકૂળ ફેરફાર લાવશે. નોકરીની શોધમાં રહેલા લોકોને સારા સમાચાર મળશે. વેપારીઓ માટે નવા ગ્રાહકો અને નવી ડીલ થવાની શક્યતા છે. જોકે, સુખ-સુવિધાઓ પાછળ ખર્ચ પણ વધશે, જેથી યોગ્ય નાણાકીય આયોજન કરવું જરૂરી બનશે.

૪. કુંભ રાશિ:

આ યોગ કુંભ રાશિના લોકો માટે આવક અને કરિયરની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. નોકરીયાત વર્ગને નવી જવાબદારીઓ કે નવા પ્રોજેક્ટ્સ મળી શકે છે. ધન અર્જન માટે એકથી વધુ સ્ત્રોત ઊભા થશે અને વ્યક્તિગત જીવનમાં સંબંધોમાં મધુરતા આવશે.

(ખાસ નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી, જ્યોતિષીય આગાહીઓ વૈદિક જ્યોતિષશાસ્ત્રની માન્યતાઓ અને વિશ્લેષણ પર આધારિત છે. વ્યક્તિગત ધોરણે તેના પરિણામો અલગ-અલગ હોઈ શકે છે.)

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2026 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK