હું માનું છું કે આપણા પર્ફોર્મન્સ દ્વારા આપણે પોતે સ્ટિરિયોટાઇપને બ્રેક કરી શકીએ છીએ. તમે ક્યારેય પણ મધર્સને સ્ટિરિયોટાઇપ નહીં કરી શકો, કારણ કે રિયલિટીમાં બે મમ્મીઓ એકસરખી નથી હોતી. સ્ક્રીન પર પણ એવું જ હોય છે.
રિયલ લાઇફમાં બે મા સરખી નહીં હોય એ જ રીતે સિનેમામાં પણ એ શક્ય નથી: સુપ્રિયા પાઠક
સુપ્રિયા પાઠકનું કહેવું છે કે રિયલ લાઇફમાં જે રીતે બે મમ્મી એકસરખી નથી હોતી એ જ રીતે સ્ક્રીન પર પણ એવું જ છે. તેમણે ‘તબ્બર’ અને ‘રશ્મિ રૉકેટ’માં મમ્મીનું પાત્ર ભજવ્યું હતું. આ બન્ને સ્ટોરી અનુક્રમે પંજાબ અને કચ્છની છે તેમ જ સ્ટોરી પણ બન્ને એકબીજાથી ખૂબ અલગ છે. આ વિશે વાત કરતાં સુપ્રિયા પાઠકે કહ્યું હતું કે ‘હું પહેલાં તો એ કહેવા માગું છું કે આ ઉંમરે ફિલ્મમેકર્સ મને મમ્મીનાં જ પાત્રોની ઑફર કરે એ સ્વાભાવિક છે. એક થિયેટર્સ આર્ટિસ્ટ તરીકે હું કોઈ પણ પાત્રને નાનાં નથી માનતી. આપણા સિનેમામાં જ્યારે મમ્મીના પાત્રની વાત આવે ત્યારે એ કેવું હશે એ રાઇટર પર નિર્ભર રહે છે. હું માનું છું કે આપણા પર્ફોર્મન્સ દ્વારા આપણે પોતે સ્ટિરિયોટાઇપને બ્રેક કરી શકીએ છીએ. તમે ક્યારેય પણ મધર્સને સ્ટિરિયોટાઇપ નહીં કરી શકો, કારણ કે રિયલિટીમાં બે મમ્મીઓ એકસરખી નથી હોતી. સ્ક્રીન પર પણ એવું જ હોય છે.’