આ સ્કીમ હેઠળ ૧૫ ઑગસ્ટે આ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મનું સમગ્ર કન્ટેન્ટ કૅટલૉગ ફ્રી હશે
‘ઑપરેશન તિરંગા : તિરંગા એક, કહાનિયાં અનેક’
આજે આખો દેશ સ્વતંત્રતા દિનની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ જિયો હૉટસ્ટારે એના દર્શકોને ખાસ સરપ્રાઇઝ આપી છે. જિયો હૉટસ્ટારે ‘ઑપરેશન તિરંગા : તિરંગા એક, કહાનિયાં અનેક’ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે. આ સ્કીમ હેઠળ ૧૫ ઑગસ્ટે આ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મનું સમગ્ર કન્ટેન્ટ કૅટલૉગ ફ્રી હશે, જેનાથી ભારતના દર્શકોને શો, ફિલ્મો અને સ્પેશ્યલ ટેલિકાસ્ટનો અનલિમિટેડ ઍક્સેસ મળશે.

