વીર પહાડિયા સાથેના લંડનના વેકેશનના તેના ફોટો થયા વાઇરલ
સારા અલી ખાન
સારા અલી ખાનના લંડનના વેકેશનના ફોટો વાઇરલ થતાં તે એક્સ-બૉયફ્રેન્ડને ફરી ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. આ ફોટોમાં તેના ઘણા ફ્રેન્ડ્સ છે અને એમાં તેનો એક્સ-બૉયફ્રેન્ડ વીર પહાડિયા પણ જોવા મળી રહ્યો છે. વીર પહાડિયા અને જાહ્નવી કપૂરનો ભાઈ શિખર પહાડિયા બન્ને ભાઈ છે. સારા અને જાહ્નવી બન્ને બેસ્ટ ફ્રેન્ડ્સ છે. જાહ્નવી બહુ જલદી શિખર સાથે લગ્ન કરશે એવા અણસાર તેના પિતા બોની કપૂરે આપ્યા હતા. આથી તેના ભવિષ્યના દિયર સાથે સારાનું ફરી પૅચ-અપ જાહ્નવીએ કરાવ્યું હોય તો નવાઈ નહીં. ૨૦૧૯માં એક ઇન્ટરવ્યુમાં સારાએ એ વાત સ્વીકારી હતી કે તેણે વીરને ડેટ કર્યો હતો.