પોતાના આ સ્વભાવ વિશે વાત કરતાં જયદીપે કહ્યું હતું કે...
જયદીપ અહલાવત
જયદીપ અહલાવતની ગણતરી બૉલીવુડના સમજદાર ઍક્ટર તરીકે થાય છે, પણ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જયદીપે પોતાના સ્વભાવ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેણે ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે તેને ગુસ્સો ખૂબ ઝડપથી આવે છે અને ક્યારેક આ ગુસ્સો નિયંત્રણ બહાર પણ જતો રહે છે.
પોતાના આ સ્વભાવ વિશે વાત કરતાં જયદીપે કહ્યું હતું કે ‘મારા ભૂતકાળમાં એવું બન્યું છે જ્યારે મેં ગુસ્સામાં હિંસાત્મક રીતે પ્રતિક્રિયા આપી હોય. જ્યારે મને ગુસ્સો આવે છે એ ક્ષણે મને શું યોગ્ય છે અને શું ખોટું છે એ સમજાતું નથી. મારો આ સ્વભાવ વિનાશકારી છે. જોકે હવે હું આ બાબતને લઈને વધારે સાવચેત છું અને મારી જાતને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરું છું. જો કોઈ પરિસ્થિતિમાં મને ખૂબ ગુસ્સો આવે તો હું ત્યાંથી દૂર થવાનું પસંદ કરું છું જેથી વાત બગડે નહીં.’


