Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર જિલ્લાપરિષદની ચૂંટણીમાં મહાયુતિનો ભવ્ય વિજય

મહારાષ્ટ્ર જિલ્લાપરિષદની ચૂંટણીમાં મહાયુતિનો ભવ્ય વિજય

Published : 10 February, 2026 07:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BJP ૨૨૫ બેઠક સાથે આગળ છે. ત્યાર બાદ નેશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ ૧૬૫ અને શિવસેનાએ ૧૬૨ બેઠક મેળવી છે.

લંગોટ પહેરીને જીતની ઉજવણી

લંગોટ પહેરીને જીતની ઉજવણી


મહારાષ્ટ્રમાં જિલ્લાપરિષદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની મહાયુતિએ ૭૩૧ બેઠકમાંથી ૫૫૨ બેઠક જીતીને ભવ્ય વિજય મેળવ્યો છે. BJP ૨૨૫ બેઠક સાથે આગળ છે. ત્યાર બાદ નેશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ ૧૬૫ અને શિવસેનાએ ૧૬૨ બેઠક મેળવી છે.

વિપક્ષ મહાવિકાસ આઘાડીમાં કૉન્ગ્રેસ પંચાવન બેઠક સાથે મોખરે રહી હતી. ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) ૪૩ અને શરદ પવારની NCP (SP)એ ૨૬ બેઠક મેળવી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ લાતુર અને રત્નાગિરિમાં એક-એક બેઠક જીતી છે. અપક્ષોએ ૨૦ બેઠક જીતી છે. ચૂંટણીપંચમાં માન્યતાપ્રાપ્ત અન્ય પક્ષોને ૧૪ અને ચૂંટણી સાથે નોંધાયેલા પક્ષોને ૭ બેઠક મળી છે.



પુણે જિલ્લાપરિષદમાં NCPએ ૭૩માંથી ૫૧ બેઠક જીતી. શિવસેનાએ રાયગડ જિલ્લાપરિષદમાં ૫૯માંથી ૨૩ બેઠક જીતી. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ રત્નાગિરિ જિલ્લાપરિષદમાં ૫૬માંથી ૪૧ બેઠક જીતી.સિંધુદુર્ગમાં BJPએ ૫૦માંથી ૨૭ બેઠક પર વિજય મેળવ્યો. સાતારા, સોલાપુર, છત્રપતિ સંભાજીનગર, પરભણી, ધારાશિવ, સાતારા અને લાતુરમાં પણ BJP સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો. કોલ્હાપુરમાં કૉન્ગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવી.


NCPએ બીજા ક્રમે સૌથી વધુ બેઠકો જીતી

જિલ્લા-પરિષદની ચૂંટણીમાં NCPએ બીજા ક્રમે સૌથી વધુ બેઠકો જીતી છે. સાંજ સુધીના આંકડા મુજબ NCPએ ૧૭૨ જિલ્લા-પરિષદની બેઠક જીતી છે અને પુણે જિલ્લામાં લગભગ ૪૪ બેઠક જીતી છે. આ જીત પછી કાર્યકરોએ અજિત પવારના ફોટો સાથે ઉજવણી કરી હતી. આ ચૂંટણી પુણે જિલ્લા-પરિષદની ૭૪ બેઠક માટે યોજાઈ રહી છે અને NCPએ ૪૦થી વધુ બેઠક જીતીને પાર્ટીનું વર્ચસ સાબિત કર્યું છે.


આ રહ્યાં પરિણામ

રાયગડ - કુલ બેઠક ૫૯

 

BJP

૧૫

 

શિવસેના

૨૧

 

NCP

૧૬

 

શિવસેના (UBT)

 

કૉન્ગ્રેસ

 

શેકાપ

 

રત્નાગિરિ - કુલ બેઠક ૫૬

 

BJP

 

શિવસેના

૪૦

 

NCP

 

શિવસેના (UBT)

 

MNS

 

કૉન્ગ્રેસ

 

NCP (SP)

 

અપક્ષ

 

પુણે - કુલ બેઠક ૭૩ 

 

BJP

૧૦

 

શિવસેના

 

NCP

૫૧

 

NCP (SP)

 

શિવસેના (UBT)

 

કૉન્ગ્રેસ

 

અપક્ષ

 

સિંધુદુર્ગ - કુલ બેઠક ૫૦

 

BJP

૨૭

 

શિવસેના

૧૪

 

શિવસેના (UBT)

 

NCP

 

કૉન્ગ્રેસ

 

અપક્ષ

 

લાતુર - કુલ બેઠક ૫૯

 

BJP

૧૮

 

કૉન્ગ્રેસ

૨૩

 

શિવસેના

 

શિવસેના (UBT)

 

NCP

૧૨

 

NCP(SP)

 

વંચિત

 

MNS

 

સ્વતંત્ર

 

સાતારા - કુલ બેઠક ૬૫ 

 

BJP

૧૯

 

શિવસેના

૧૫

 

NCP

૧૮

 

શિવસેના (UBT)

 

કૉન્ગ્રેસ

 

અન્ય

 

કોલ્હાપુર - કુલ બેઠક ૬૮

 

BJP

૧૨

 

શિવસેના

 

NCP

૨૦

 

કૉન્ગ્રેસ

૧૫

 

શિવસેના (UBT)

 

જનસુરાજ્ય

 

સ્વાભિમાની શેતકરી સંગઠન

 

શાહૂ આઘાડી રાજેન્દ્ર પાટીલ યડ્રાવકર જૂથ

 

સોલાપુર - કુલ બેઠક ૬૮ 

 

BJP

૩૮

 

શિવસેના

 

NCP

૧૧

 

NCP (SP)

 

શેકાપ

 

અન્ય

 

સાંગલી - કુલ બેઠક ૬૧

 

BJP

૧૬

 

NCP

 

કૉન્ગ્રેસ

૧૧

 

શિવસેના

 

NCP (SP)

૧૮

 

શિવસેના (UBT)

 

જનસુરાજ્ય

 

રયત ક્રાન્તિ (સદાભાઈ ખોત)

 

છત્રપતિ સંભાજીનગર -
કુલ બેઠક ૬૩

BJP

૨૩ અને પ્રાયોજિત બે

શિવસેના

૨૧ અને પ્રાયોજિત ૧

શિવસેના (UBT)

NCP

NCP (SP)

કૉન્ગ્રેસ

સ્વતંત્ર

પરભણી - કુલ બેઠક ૫૪

 

BJP

૨૪

 

શિવસેના

 

શિવસેના (UBT)

 

NCP

૧૫

 

કૉન્ગ્રેસ

 

વંચિત

 

MIM

 

સ્વતંત્ર

 

ધારાશિવ - કુલ બેઠક ૫૫

 

BJP

૧૮

 

શિવસેના

૧૫

 

શિવસેના (UBT)

 

NCP

 

NCP (SP)

 

કૉન્ગ્રેસ

 

સમાજવાદી

 

MIM

 

સ્વતંત્ર

 

       

ધારાશિવમાં શિવસેના (UBT)ના ઉમેદવારે BJPના ઉમેદવારને એક મતે હરાવ્યો

ધારાશિવ જિલ્લાની ઢોકી પંચાયત સમિતિની બેઠક પર શિવસેના (UBT)ના ઉમેદવારે તેના હરીફ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારને માત્ર એક મતથી હરાવ્યો હતો. ઢોકી પંચાયત સમિતિની બેઠક અમર સમુદ્રેએ જીતી હતી. પોસ્ટલ બૅલેટના ૩ મત ઉમેરતાં તે હરીફ ઉમેદવારથી આગળ નીકળી ગયા હતા. વિજયી ઉમેદવારને કુલ ૩૧૮૭ મત મળ્યા હતા, જ્યારે તેના હરીફ નિહાલ કાઝીને ૩૧૮૬ મત મળ્યા હતા. આ બેઠક પર નન ઑફ ધ અબોવ (NOTA) માટે ૫૬ મત પડ્યા હતા.

લાતુરમાં કૉન્ગ્રેસની દેરાણીએ BJPની જેઠાણીને બે વોટથી હરાવી

મહારાષ્ટ્રમાં જિલ્લાપરિષદ ચૂંટણીની મતગણતરી દરમ્યાન લાતુર જિલ્લાના રેણાપુર તાલુકામાં કામખેડા જિલ્લાપરિષદની ચૂટંણીનાં પરિણામો સૌથી વધુ ચર્ચામાં રહ્યાં હતાં. બે દેરાણી-જેઠાણી એકબીજા સામે મેદાનમાં ઊતરી હોવાથી સમગ્ર જિલ્લાનું ધ્યાન આ લડાઈ પર કેન્દ્રિત હતું. જોકે એ અંતિમ સત્ય હતું કે બેમાંથી એક જીતશે અને બીજી હારશે. જોકે આ અત્યંત રસાકસીભરી લડાઈમાં દેરાણીએ જેઠાણીને હરાવી દીધી હતી. કૉન્ગ્રેસનાં આશાતાઈ ભીસેએ પોતાની જેઠાણી સરિતા ભીસેને માત્ર બે વોટથી હરાવીને વિજય મેળવ્યો છે. આ વિજય પછી કૉન્ગ્રેસે ધમાકેદાર જીતની ઉજવણી કરી હતી.

કૉન્ગ્રેસે લાતુર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને આંચકો આપી સ્પષ્ટ બહુમતી મેળવી હતી. રાજ્યના એકમાત્ર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉન્ગ્રેસના નેતા અમિત દેશમુખના નેતૃત્વમાં કૉન્ગ્રેસે સરકાર બનાવી એથી દરેકને ઉત્સુકતા હતી કે જિલ્લાપરિષદની ચૂંટણીમાં શું થશે અને લોકો કોને મત આપશે. આખરે લાતુરમાં પણ લોકોએ જિલ્લાપરિષદની ચૂંટણીમાં BJP વિરુદ્ધ મતદાન કર્યું છે. અહીં કૉન્ગ્રેસ ૨૩ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે. જોકે અહીં કામખેડા જિલ્લાપરિષદ જૂથમાં થયેલી લડાઈ ચર્ચાનો વિષય બની હતી. અહીં માત્ર બે મતના માર્જિનથી મળેલા વિજયે રસાકસી પેદા કરી હતી. 

કૉન્ગ્રેસમાંથી BJPમાં જોડાયેલા ભૂતપૂર્વ ધારાસભ્ય ત્ર્યંબક નાના ભિસે આ પરિણામથી ચોંકી ગયા હતા. ભૂતપૂર્વ ધારાસભ્ય ત્ર્યંબક નાના ભિસેએ ચૂંટણીમાં પોતાની બધી તાકાત લગાવી દીધી હતી. જોકે કૉન્ગ્રેસ યોગ્ય પગલું ભરીને મતદારોને બાંધી રાખવામાં સફળ રહી છે. કાળજીપૂર્વક નિરીક્ષણ અને રણનીતિને કારણે જ આ જીત માત્ર બે મતથી પ્રાપ્ત થઈ હતી. આ ચૂંટણીમાં જ્યાં દેરાણી-જેઠાણી સામસામે હતાં ત્યાં દેરાણીને બે મતથી હરાવવી એ આ ચૂંટણીની સૌથી નાટકીય ક્ષણ બની રહી હતી. આ પરિણામ લાતુર જિલ્લાપરિષદ ચૂંટણીનો સૌથી રોમાંચક અને ચર્ચિત વિષય બની રહ્યું છે.

લંગોટ પહેરીને જીતની ઉજવણી

જુન્નર જિલ્લાપરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ દેવરામ લાંડે તેમની અતરંગી અને વિવાદાસ્પદ વર્તણૂક માટે કાયમ ચર્ચામાં રહેતા હોય છે. જિલ્લા પરિષદની ચૂંટણીમાં તેમની પુત્રવધૂ મોનાલી લાંડે અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીમાંથી જીતી ગઈ છે. એથી ઉત્સાહમાં આવી જઈને દેવરામ લાંડેએ લંગોટ પહેરી હાથમાં અજિતદાદાનો ફોટો લઈને એની ઉજવણી કરી હતી. તેમનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ પણ થયો હતો અને ઘણા લોકોએ એની ટીકા પણ કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK