Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિસ્ટર ઇન્ડિયાને બેસ્ટ ફિલ્મ જણાવીને જાહ્‍નવીએ કહ્યું... મને ખબર નથી કે આવી ફિલ્મોની રીમેક બનવી જોઈએ કે નહીં

મિસ્ટર ઇન્ડિયાને બેસ્ટ ફિલ્મ જણાવીને જાહ્‍નવીએ કહ્યું... મને ખબર નથી કે આવી ફિલ્મોની રીમેક બનવી જોઈએ કે નહીં

27 July, 2024 08:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ ફિલ્મની સીક્વલ બનાવવાની જાહેરાત જાહ્‍નવીના ડૅડી બોની કપૂરે કરી હતી

જાહ્‍નવી કપૂર

જાહ્‍નવી કપૂર


જાહ્‍નવી કપૂરે તેની મમ્મી શ્રીદેવીની ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ને બેસ્ટ ફિલ્મ જણાવી છે અને કહ્યું કે આવી ફિલ્મોની સીક્વલ બનવી જોઈએ કે નહીં એ વિશે તેને સ્પષ્ટતા નથી. ૧૯૮૭માં રિલીઝ થયેલી એ ફિલ્મમાં અનિલ કપૂર, અનુ કપૂર અને સતીશ કૌશિક લીડ રોલમાં હતા. એ ફિલ્મની સીક્વલ બનાવવાની જાહેરાત જાહ્‍નવીના ડૅડી બોની કપૂરે કરી હતી. એ ​રીમેક વિશે પૂછવામાં આવતાં જાહ્‍નવી કપૂર કહે છે, ‘ભારતીય ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ‘મિસ્ટર ઇન્ડિયા’ બેસ્ટ ફિલ્મોમાંની એક છે. મને જાણ નથી કે આવી ફિલ્મોની રીમેક બનવી જોઈએ કે નહીં. એ ફિલ્મ વિશે શું પ્લાનિંગ છે એની મને જાણ નથી. મારું એવું માનવું છે કે મેકર્સ એ વિશે બેસ્ટ જાણે છે. ડિરેક્ટર જે પણ હોય, તે સારી રીતે ફિલ્મને જાણશે. કોઈના પર કોઈ વસ્તુઓ થોપી ન શકાય.’


બહોત રોના-ધોના હો ગયા, હવે કૉમેડી કરવી છે : જાહ્‍નવી



જાહ્‍નવી કપૂરને હવે કૉમેડી રોલ કરવાની ઇચ્છા જાગી છે. તેનું કહેવું છે કે હવે રડવાનું અને દુખી થવાનું બહુ થયું. કરીઅર દરમ્યાન તેને અલગ-અલગ પ્રકારના રોલ કરવાની તક મળી છે. ૨૦૨૨માં આવેલી ફિલ્મ ‘ગુડ લક જેરી’માં તે ડ્રગ-ડીલરના રોલમાં જોવા મળી હતી. ૨૦૨૦માં આવેલી ‘ગુંજન સકસેના : ધ કારગિલ ગર્લ’માં તે ઇન્ડિયન ઍરફોર્સની પાઇલટના રોલમાં હતી. ૨૦૨૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મિલી’માં તેણે એક નર્સનો રોલ કર્યો હતો અને ભૂલથી તે એક સ્ટોરેજના ફ્રીઝરમાં લૉક થઈ જાય છે. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’માં તે ડૉક્ટરની કરીઅર છોડીને ક્રિકેટર બનવાની શરૂઆત કરે છે. હવે કૉમેડી કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં જાહ્નવી કહે છે, ‘ફાઇનલી અભી મુઝે ઐસા લગ રહા હૈ કિ બહોત રોના-ધોના હો ગયા, બહોત ફ્રિજ મેં બંદ હોકે, દોનોં કંધોં કો ડિસલોકેટ કરકે, ક્રિકેટ ખેલકે હો ગયા અભી. અભી મૈં મઝે કરુંગી, મૈં નાચુંગી, ગાઉંગી, હસાઉંગી લોગોં કો.’


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2024 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK