જાહ્નવી કપૂરનો આ લેટેસ્ટ લુક ફૅન્સને બહુ પસંદ પડી રહ્યો છે
બૅકલેસ વાઇટ ગાઉનમાં જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂર હાલમાં પોતાના લેટેસ્ટ લુકને કારણે સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. આ તસવીરોમાં જાહ્નવીએ વાઇટ રંગનું સ્ટાઇલિશ ગાઉન પહેર્યું છે જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને એલિગન્ટ લાગી રહી છે. જાહ્નવી હંમેશાં પોતાની ફૅશન-ચૉઇસને લઈને ચર્ચામાં રહે છે. તે પરંપરાગતથી લઈને પશ્ચિમી આઉટફિટ્સ સુધી વિવિધ પ્રયોગો કરતી જોવા મળે છે અને દરેક વખતે પોતાના લુકથી ફૅન્સને પ્રભાવિત કરે છે. આ ડ્રેસ સાથે જાહ્નવીએ આશરે પાંચ લાખનાં સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ પહેર્યાં છે જે તેના મિનિમલ આઉટફિટ સાથે રૉયલ અને એલિગન્ટ લુક આપે છે.
