આ ફિલ્મના મેકર્સ શરૂઆતમાં ફિલ્મને ૧૨ ડિસેમ્બરે રિલીઝ કરવાની તૈયારીમાં હતા, પરંતુ ડિસેમ્બરમાં અનેક મોટી ફિલ્મોની રિલીઝને જોતાં આમિરે પોતાના દીકરાની ફિલ્મને હવે જુલાઈમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
આમિર ખાન અને જુનૈદ ખાન
આમિર ખાનના દીકરા જુનૈદ ખાન અને સાઉથ અભિનેત્રી સાઈ પલ્લવીની ફિલ્મ ‘મેરે રહો’ની રિલીઝ-ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેની પાછળ આમિર ખાનનું શાણપણ જવાબદાર છે. આ ફિલ્મના મેકર્સ શરૂઆતમાં ફિલ્મને ૧૨ ડિસેમ્બરે રિલીઝ કરવાની તૈયારીમાં હતા, પરંતુ ડિસેમ્બરમાં અનેક મોટી ફિલ્મોની રિલીઝને જોતાં આમિરે પોતાના દીકરાની ફિલ્મને હવે જુલાઈમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
હકીકતમાં ‘મેરે હો’નું શૂટિંગ અને પોસ્ટ-પ્રોડક્શનનું કામ ઘણા સમય પહેલાં પૂર્ણ થઈ ચૂક્યું હતું અને પ્રમોશનની જવાબદારી પણ આમિર ખાન સંભાળી રહ્યો હતો. જોકે આમિરને પહેલેથી જ ખ્યાલ આવી ગયો હતો કે ‘ધુરંધર’ બહુ મોટી ફિલ્મ છે એટલે ડિસેમ્બરમાં ‘મેરે રહો’ રિલીઝ કરવાનું યોગ્ય સાબિત નહીં થાય. આમિરની આ ગણતરી બહુ સાચી પડી, કારણ કે ‘ધુરંધર’ ફિલ્મે ડિસેમ્બરમાં રિલીઝ થયેલી અનેક ફિલ્મોને પાછળ છોડી દીધી છે. જો આ સમયે જુનૈદની ફિલ્મ રિલીઝ થઈ હોત તો તેને ડિસ્ટ્રિબ્યુશન અને એક્ઝિબિશન-લેવલે પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોત.


