યુતિઓના યુનિવર્સમાં યુનિક ક્રૉસઓવર્સની યુદ્ધભૂમિ બની ગયેલા મહારાષ્ટ્રનાં મ્યુનિસિપલ ઇલેક્શન્સના ફાઇનલ ચિત્ર પર નજર નાખો
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓના પહેલા તબક્કામાં તો ઇલેક્શન કયા બે ગઠબંધન વચ્ચે થઈ રહ્યું છે એ તો મોટા ભાગે સ્પષ્ટ હતું, પણ આ બીજા તબક્કામાં એટલે કે મ્યુનિસિપલ કૉર્પોરેશન્સના ઇલેક્શન્સમાં ભારે આંટીઘૂટી જોવા મળી છે. ભારતીય જનતા પાર્ટી (BJP), એકનાથ શિંદેના નેતૃત્વની શિવસેના અને અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની મહાયુતિમાંથી BJP અને શિવસેના ૨૯માંથી ૧૫ મ્યુનિસિપલ કૉર્પોરેશન્સમાં સાથે લડી રહ્યાં છે; જ્યારે વિરોધ પક્ષના ગઠબંધન મહા વિકાસ આઘાડી (MVA)ની પાર્ટીઓ કૉન્ગ્રેસ, શિવસેના (UBT) અને શરદ પવારની NCP-SP પણ ક્યાંક સાથે અને ક્યાંક અલગ-અલગ લડી રહી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે યુતિ કરીને મેદાનમાં ઊતરી છે.
નાશિકમાં BJPને રોકવા માટે એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCP સાથે મળીને ચૂંટણી લડી રહી છે. નાગપુર, કલ્યાણ-ડોમ્બિવલી, BJP અને શિવસેના સાથે છે. બીજી તરફ અકોલામાં BJPએ NCPને સાથે લઈને શિવસેનાને પડતી મૂકી હતી. પનવેલમાં મહાયુતિના ત્રણેય પાર્ટનર સાથે મળીને ઇલેક્શન લડી રહ્યા છે તો અમરાવતીમાં ત્રણેય અલગ-અલગ લડી રહ્યા છે.
ADVERTISEMENT
૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોની ૮૯૩ વૉર્ડની ૨૮૬૯ બેઠક માટે ૩૩,૬૦૬ નૉમિનેશન
મહારાષ્ટ્રમાં ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોની ૮૯૩ વૉર્ડની ૨૮૬૯ બેઠક માટે ૩૩,૬૦૬ નૉમિનેશન ફૉર્મ ભરાયાં છે. થાણેમાં ૧૩૧ બેઠક માટે ૧૧૨૮ નૉમિનેશન, નવી મુંબઈમાં ૧૧૧ બેઠક માટે ૯૫૬ અને વસઈ-વિરારમાં ૧૧૫ બેઠક માટે ૯૩૫ નૉમિનેશન મળ્યાં છે. પનવેલમાં ૭૮ બેઠક માટે ૩૯૧ નૉમિનેશન નોંધાયાં છે જ્યારે જાલનામાં ફક્ત ૬૫ બેઠકો માટે ૧૨૬૦ નામાંકન નોંધાયાં છે. પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ૩૧૭૯ ઉમેદવારી દાખલ કરવામાં આવી છે જ્યારે નાગપુરમાં ૧૪૫૨ નૉમિનેશન મળ્યાં છે.
BMCની ઇલેક્શન માટે કુલ ૨૫૧૬ ઉમેદવારીપત્રો ભરાયાં- બેઠક-વહેંચણીની વાટાઘાટોને લીધે છેલ્લા દિવસે ફૉર્મ ભરવા ધસારો, ૨૧૨૨ સબમિટ થયા
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી માટે કુલ ૨૫૧૬ ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યાં છે જેમાંથી ૨૧૨૨ ઉમેદવારીપત્રો છેલ્લા દિવસે સબમિટ કરાયાં હતાં. કુલ ૨૨૭ ચૂંટણી-વૉર્ડમાં BMCની ચૂંટણી ૧૫ જાન્યુઆરીએ યોજાવાની છે અને બીજા દિવસે મતગણતરી કરવામાં આવશે. ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ૨૩ ડિસેમ્બરે શરૂ થઈ હતી. પક્ષો વચ્ચે છેલ્લી ઘડી સુધી બેઠકોની વહેંચણીની વાટાઘાટો ચાલતી હોવાને કારણે ૩૦ ડિસેમ્બરે છેલ્લા દિવસે ફૉર્મ ભરવા માટે સૌથી વધુ ઉમેદવારોનો ધસારો રહ્યો હતો. નૉમિનેશનની ચકાસણી ગઈ કાલે સવારે ૧૧ વાગ્યાથી શરૂ થઈ હતી. ઉમેદવારીપત્રો પાછાં ખેંચવાની અંતિમ તારીખ ૨ જાન્યુઆરીએ બપોરે ૩ વાગ્યા સુધીની છે. મુંબઈમાં ૨૩ રિટર્નિંગ-ઑફિસરો સમક્ષ દાખલ કરાયેલાં ૨૫૧૬ ઉમેદવારીપત્રોમાંથી ગોવંડી, દેવનાર, ચેમ્બુર, ટ્રૉમ્બે, માનખુર્દ અને અનિક જેવા વિસ્તારોને આવરી લેતા M-ઈસ્ટ વૉર્ડમાં સૌથી વધુ ૧૮૩ ઉમેદવારીપત્રો પ્રાપ્ત થયાં હતાં.
મુંબઈ
BJP અને શિવસેના સાથે લડી રહી છે.
અજિત પવારની NCP એકલી લડી રહી છે.
શિવસેના (UBT)એ MNS સાથે હાથ મિલાવ્યા છે.
વંચિત બહુજન આઘાડી (VBA) સાથે યુતિ કરીને કૉન્ગ્રેસ લડી રહી છે.
પુણે
BJP અને શિવસેના અહીં અલગ-અલગ લડી રહી છે.
અજિત પવારની NCP અને શરદ પવારની NCP-SP સાથે મળીને લડી રહી છે.
કૉન્ગ્રેસ, શિવસેના (UBT) અને MNS સાથે મળીને મેદાનમાં ઊતર્યાં છે.
થાણે
BJP અને શિવસેના યુતિમાં લડી રહી છે.
શિવસેના (UBT), MNS અને NCP (SP)એ યુતિ કરી છે.
કૉન્ગ્રેસ અને અજિત પવારની NCPએ એકલા લડવાનો નિર્ણય કર્યો છે.
કલ્યાણ-ડોમ્બિવલી
BJP અને શિવસેના ગઠબંધનમાં લડી રહી છે.
શિવસેના (UBT) અને MNS સાથે લડી રહી છે.
ઉલ્હાસનગર
BJP પોતાના દમ પર એકલી લડી રહી છે.
શિવસેના સ્થાનિક પાર્ટીઓ ટીમ ઓમી કાલાની (TOK) અને સેક્યુલર અલાયન્સ ઑફ ઇન્ડિયા(SAI) સાથે યુતિ કરીને લડી રહી છે.
પનવેલ
મહાયુતિની ત્રણેય પાર્ટી BJP, શિવસેના અને અજિત પવારની NCP સાથે મળીને ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે.
એમની સામે આઠ પાર્ટીનું ગઠબંધન લડી રહ્યું છે; જેમાં શિવસેના (UBT), કૉન્ગ્રેસ, NCP-SP, MNS, VBA, સમાજવાદી પાર્ટી (SP) અને પેઝન્ટ્સ ઍન્ડ વર્કર્સ પાર્ટી (PWP) છે.
વસઈ-વિરાર
BJP અને શિવસેના ગઠબંધનમાં લડી રહી છે.
વસઈ-વિરારમાં મજબૂત પકડ ધરાવતી સ્થાનિક બહુજન વિકાસ આઘાડી (BVA) પાર્ટીએ MNS સાથે ગઠબંધન કર્યું છે.
ભિવંડી
BJP અને શિવસેના ગઠબંધનમાં લડી રહી છે.
શિવસેના (UBT) અને MNS સાથે લડી રહી છે.
પિંપરી-ચિંચવડ
નવી મુંબઈ, મીરા-ભાઈંદર, છત્રપતિ સંભાજીનગરમાં BJP અને શિવસેના અલગ-અલગ લડી રહી છે.


