Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વૈજયંતીમાલાની નૃત્યકલા પર કંગના રનૌત થઈ ફિદા

વૈજયંતીમાલાની નૃત્યકલા પર કંગના રનૌત થઈ ફિદા

Published : 25 May, 2026 08:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍક્ટ્રેસ અને રાજકારણી કંગના રનૌતે હાલમાં વૈજયંતીમાલાને લઈને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં તેણે વૈજયંતીમાલાના નૃત્યની એક ઝલક બતાવી છે અને ક્લાસિકલ ડાન્સર તરીકે તેમની ખૂબ પ્રશંસા કરી છે.

વૈજયંતીમાલા અને કંગના રનૌત

વૈજયંતીમાલા અને કંગના રનૌત


ઍક્ટ્રેસ અને રાજકારણી કંગના રનૌતે હાલમાં વૈજયંતીમાલાને લઈને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં તેણે વૈજયંતીમાલાના નૃત્યની એક ઝલક બતાવી છે અને ક્લાસિકલ ડાન્સર તરીકે તેમની ખૂબ પ્રશંસા કરી છે. કંગનાએ તેમને સામાન્ય માણસથી વિશેષ ગણાવ્યાં છે.

કંગનાએ સોશ્યલ મીડિયામાં વૈજયંતીમાલાની એક જૂની વિડિયો-ક્લિપ શૅર કરી હતી. આ વિડિયોમાં વૈજયંતીમાલા પરંપરાગત વેશભૂષામાં ક્લાસિકલ ડાન્સ કરતાં જોવા મળે છે. આ વિડિયો સાથે કંગનાએ એક નોંધ લખી હતી, જેમાં તેણે આ દિગ્ગજ કલાકારની અદા અને પ્રતિભાની પ્રશંસા કરી હતી.

કંગનાએ લખ્યું છે, ‘એક નાનકડી યાદ અપાવી દઉં કે પૃથ્વી પર રહેતો દરેક માણસ માત્ર માણસ નથી હોતો. કેટલાક લોકો દિવ્ય હોય છે અને તેમનો જન્મ માત્ર એટલા માટે થાય છે કે સામાન્ય લોકો તેમની પૂજા કરી શકે.’

કંગનાની આ પ્રશંસા ભારતીય સિનેમા અને ક્લાસિકલ નૃત્ય પર વૈજયંતીમાલાના પ્રભાવને દર્શાવે છે. હિન્દી સિનેમાની શરૂઆતની મહિલા સુપરસ્ટાર્સમાં ગણાતી વૈજયંતીમાલાએ ભરતનાટ્યમને બૉલીવુડમાં ખાસ સ્થાન અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK