Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કંગના રનૌતની ક્વીન 2 કાયદાકીય વિવાદમાં ફસાઈ

કંગના રનૌતની ક્વીન 2 કાયદાકીય વિવાદમાં ફસાઈ

Published : 08 July, 2026 02:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફૅન્ટમ સ્ટુડિયોઝે આ ફિલ્મના મામલે જિયોસ્ટાર સામે ૨૫૦ કરોડ રૂપિયાનો દાવો કર્યો

કંગના રનૌત

કંગના રનૌત


કંગના રનૌતે ‘ક્વીન 2’નું શૂટિંગ પૂરું કરતાં જ ફિલ્મ કાયદાકીય વિવાદમાં ફસાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ ફિલ્મ પોસ્ટ-પ્રોડક્શનના તબક્કામાં છે. રિપોર્ટ પ્રમાણે ફૅન્ટમ સ્ટુડિયોઝે મુંબઈ હાઈ કોર્ટમાં જિયોસ્ટાર સામે ૨૫૦ કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો છે. ફૅન્ટમ સ્ટુડિયોઝનો આરોપ છે કે ‘ક્વીન 2’ મૂળ ફિલ્મ ‘ક્વીન’ની ‘ગેરકાયદે સીક્વલ’ છે અને એ મૂળ ફિલ્મના ઇન્ટલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સનું ઉલ્લંઘન કરે છે.

મળતી માહિતી પ્રમાણે ફૅન્ટમ સ્ટુડિયોઝે આ પહેલાં જિયોસ્ટાર સાથે અનેક વખત વાતચીત કરીને મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પણ સફળતા ન મળતાં આખરે કાનૂની કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો હતો. પ્રોડક્શન હાઉસનો દાવો છે કે અદાલતનો દરવાજો ખટખટાવતાં પહેલાં એણે કથિત અધિકારભંગ અંગે પોતાનો વાંધો અનેક વખત વ્યક્ત કર્યો હતો. આખરે ‘ક્વીન 2’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું હોવાની જાણ થતાં જ ફૅન્ટમ સ્ટુડિયોઝે કાનૂની કાર્યવાહી આગળ વધારવાનો નિર્ણય લીધો હતો.



શું છે વિવાદ?


૨૦૧૪માં રિલીઝ થયેલી કંગના રનૌતની ‘ક્વીન’ને બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળ્યા હતા. આ ફિલ્મનું નિર્માણ વાયકૉમ૧૮ મોશન પિક્ચર્સ અને ફૅન્ટમ ફિલ્મ્સે સંયુક્ત રીતે કર્યું હતું. ફૅન્ટમ ફિલ્મ્સની સ્થાપના અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાણે, મધુ મન્ટેના અને વિકાસ બહલે કરી હતી. ૨૦૧૮માં આ બૅનર બંધ થઈ ગયું હતું, પણ ૨૦૨૧માં એને ફૅન્ટમ સ્ટુડિયોઝ તરીકે ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ફૅન્ટમ સ્ટુડિયોઝનો દાવો છે કે ‘ક્વીન’ના ઇન્ટલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સમાં તેમનો ૫૦ ટકા હિસ્સો છે, જેમાં ફિલ્મની સીક્વલ બનાવવાનો અધિકાર પણ સામેલ છે. ફૅન્ટમ સ્ટુડિયોઝની કાનૂની કાર્યવાહી પહેલાં એના અને ‘ક્વીન 2’ના મેકર્સ જિયોસ્ટાર વચ્ચે અનેક વખત વાતચીત અને સમાધાનના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પણ કોઈ ઉકેલ ન આવતાં આખરે મામલો અદાલત સુધી પહોંચ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2026 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK