કપિલ શર્માની દીકરી માટેની આ પોસ્ટ પર પ્રિયંકા ચોપડાએ અનાયરાની માફી માગી છે
તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ
કપિલ શર્મા હાલમાં તેના આગામી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં વ્યસ્ત છે ત્યારે તેણે દીકરી અનાયરાના જન્મદિવસે એક ઇમોશનલ પોસ્ટ લખીને તેને શુભેચ્છા આપી છે. કપિલે સોશ્યલ મીડિયા પર અનાયરાની એક તસવીર શૅર કરી છે જેમાં તે દીકરીને ગળે વળગાડતો જોવા મળે છે. કપિલે પોસ્ટમાં લખ્યું છે, ‘જન્મદિવસની ઘણી બધી શુભકામના મારી પ્યારી લાડો. વિશ્વાસ નથી થતો કે આજે તું ૬ વર્ષની થઈ ગઈ. હું વર્ષોથી લોકોને હસાવું છું, પરંતુ સાચી ખુશી શું હોય છે એ તેં મને શીખવ્યું છે. તું ખરેખર તારા નામ જેવી જ છે... ઘરનો આનંદ, ઘરનું તેજ.’
કપિલે પોતાની પોસ્ટમાં દીકરી વિશે લખ્યું છે, ‘અનાયરા, અમારી જિંદગીમાં પ્રેમ અને સ્મિત ઉમેરવા બદલ આભાર. પાપા હજી શૂટ પર છે, પરંતુ કામ પૂરું થાય એટલે સીધો તારી બર્થ-ડે પાર્ટીમાં આવી જઈશ. તને ખબર છેને કે પાપા તને કેટલો પ્રેમ કરે છે. ભગવાન મારી લાડોને હંમેશાં ખુશ રાખે.’
ADVERTISEMENT
કપિલ શર્માની દીકરી માટેની આ પોસ્ટ પર પ્રિયંકા ચોપડાએ અનાયરાની માફી માગી છે. તેણે પોસ્ટમાં લખ્યું છે, ‘હૅપી બર્થ-ડે અનાયરા... સૉરી, મેં તારા પપ્પાને તારી બર્થ-ડેની પાર્ટીથી દૂર રાખ્યા.’


