ધર્મેન્દ્રના ઘરની બહાર મીડિયાની ભીડ જોઈને કરણે આક્રોશ વ્યક્ત કર્યો
કરણ જોહરની ફાઇલ તસવીર
ધર્મેન્દ્રના ઘરની બહાર જે રીતે મીડિયાની ભારે ભીડ લાગી છે એ જોઈને કરણ જોહર પણ ભડક્યો છે. સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને મીડિયા સામે આક્રોશ વ્યક્ત કરતાં કરણ કહે છે, ‘જ્યારે આપણાં દિલ અને કાર્યોમાંથી શિષ્ટાચાર અને સંવેદનશીલતા ખતમ થઈ જાય છે ત્યારે સમજવું જોઈએ કે આપણે એક નાશ પામતી જાતિ બની ગયા છીએ. પ્લીઝ એક પરિવારને એકલો છોડો. તેઓ પહેલાંથી જ ભાવનાત્મક રીતે ઘણું સહન કરી રહ્યા છે. એક જીવંત લેજન્ડ માટે મીડિયા અને ફોટોગ્રાફર્સનું આ સર્કસ હૃદય હચમચાવી દે એવું છે. આ કવરેજ નથી, અપમાન છે.’


