Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Chandra Grahan 2026: તમારી રાશિ પર શું પરિણામ લાવશે આજનું ચંદ્રગ્રહણ- સૂતકકાળથી લઈને તમામ માહિતી...

Chandra Grahan 2026: તમારી રાશિ પર શું પરિણામ લાવશે આજનું ચંદ્રગ્રહણ- સૂતકકાળથી લઈને તમામ માહિતી...

Published : 03 March, 2026 09:40 AM | Modified : 03 March, 2026 09:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Chandra Grahan 2026: આજે મંગળવારે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ લાગવાનું છે ત્યારે આ એક ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં પણ દેખાવાનું હોવાથી દેશમાં પણ તેનો સૂતક કાળ પાળવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


Chandra Grahan 2026: આજે મંગળવારે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ લાગવાનું છે ત્યારે આ એક ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં પણ દેખાવાનું હોવાથી દેશમાં પણ તેનો સૂતક કાળ પાળવામાં આવશે.

ક્યારે છે ગ્રહણ?



આજે ચંદ્રગ્રહણ બપોરે ૩.૨૦ વાગ્યાથી શરૂ થવાનું છે જે સાંજે ૬.૪૬ કલાકે પૂર્ણ થશે. પરંતુ આ ગ્રહણ (Chandra Grahan 2026)નો સૂતકકાળ સવારે ૬.૨૦ વાગ્યાથી જ શરૂ થઈ ગયો છે. નાના બાળકો અને ગર્ભવતી મહિલાઑને માટે સૂતકકાળ આજે બપોરે ૩.૧૬ વાગ્યાથી પાળવાનો રહેશે.


ઈન્ડિયામાં ક્યાં ક્યાં જોવા મળશે આ ગ્રહણ?

ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતના (Chandra Grahan 2026) મોટા શહેરમાં જોવા મળવાનું છે. દિલ્હી-એનસીઆર, કલકતા, ચેન્નઈ, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, અમદાવાદ, પટના, ભુવનેશ્વર, ગુવાહાટી, ઇમ્ફાલ, શિલોંગ, કોહિમા અને ઈટાનગર સહિતના અનેક ભાગમાં આ ગ્રહણ જોઈ શકાશે.


આ ગ્રહણની અસર તમામ ૧૨ રાશિઓ માટે મહત્વપૂર્ણ રહેશે. અમૂક રાશિઓ માટે તે ખૂબ સંકટ પણ લાવી શકે એમ છે. જાણો આ ગ્રહણની બારેય રાશિ પર કેવી અસર જોવા મળશે.

મેષ: મેષ રાશિવાળા જાતકોએ આ ચંદ્રગ્રહણ દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે. આ રાશિનું પાંચમું ચિહ્ન ચંદ્ર છે.  તે મન, બુદ્ધિ, બાળકો અને પ્રેમ સંબંધો પર ભારે અસર કરી શકે છે.  આ સમયગાળા દરમિયાન જાતકોને થોડો તણાવ પણ અનુભવાઈ શકે છે.

વૃષભ: આ રાશિના જાતકોએ આજે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા બહુ જ વિચારવું. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું.

મિથુન: આ રાશિવાળા લોકોએ આ સમયગાળા (Chandra Grahan 2026) દરમિયાન વ્યવસાય, નોકરી અને વ્યક્તિગત સંબંધોમાં વધુ કાળજી લેવી જોઈએ. ખાસ કરીને બોલતી વખતે સાવધાની રાખવી.

કર્ક : આ રાશિવાળા લોકોને બિનજરૂરી ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ તો આજે બોલતી વખતે ધ્યાન રાખવાનું છે કારણકે અમૂક શબ્દ બોલવાથી સંબંધોમાં પણ ભંગાણ પડી શકે છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળવું હિતાવહ છે.

સિંહ: આ રાશિના જાતકોના મન અસ્વસ્થ થઈ શકે છે.  આ લોકોએ આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. ક્રોધ અને અહંકારથી દૂર રહેવું.

કન્યા: આ જાતકોએ બિનજરૂરી ખર્ચાઓ પર નજર રાખવી. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું અને ઉતાવળમાં કોઈ રોકાણ અથવા નાણાકીય નિર્ણયો ન લેવા.

તુલા : આ રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિને અસર કરવાનું છે આ ગ્રહણ. મોટા નફાની લાલચથી દૂર રહેવું જોઈએ.

વૃશ્ચિક: આ જાતકોની કારકિર્દી અને સામાજિક સ્થિતિ (Chandra Grahan 2026) પર ભારે અસર કરી શકે છે. કાર્યક્ષેત્રમાં તણાવ વધી શકે છે.  વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવાદ થવાની સંભાવના છે.  નોકરી બદલવા માટે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો.

ધન: આત્મવિશ્વાસ ઓછો રહેવાની શક્યતા છે. ઉચ્ચ શિક્ષણ અથવા લાંબી મુસાફરીમાં મુશ્કેલીઓ આવી શકે છે.

મકર: આ રાશિના લોકોએ પૈસાની લેવડ-દેવડ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે.  જૂના રહસ્યો લીક થઈ શકે છે.

કુંભ: પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. ગુસ્સામાં તૂટી ન જાવ અથવા નવા વચનો ન આપો તેનું ધ્યાન રાખવાનું છે.

મીન:  આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન (Chandra Grahan 2026) રાખવાનું છે. નોકરીમાં રાજકારણથી દૂર રહો.  તમારા કામ પર ધ્યાન આપો.  કામમાં શિસ્ત અને નિયમિતતા જાળવવી જરૂરી છે.  આર્થિક પ્રગતિના સંકેત મળી રહ્યા છે.

(ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણતરીઓ અને પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. દરેક વ્યક્તિની કુંડળી અલગ હોઈ શકે છે, તેથી ચોક્કસ માર્ગદર્શન માટે નિષ્ણાત જ્યોતિષીની સલાહ લેવી.)

Whatsapp-channel Whatsapp-channel

03 March, 2026 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK