Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોક્યોમાં મેરિલ સ્ટ્રીપ અને ઍન હૅથવેને મળીને કરણ જોહર થઈ ગયો રાજીનો રેડ

ટોક્યોમાં મેરિલ સ્ટ્રીપ અને ઍન હૅથવેને મળીને કરણ જોહર થઈ ગયો રાજીનો રેડ

Published : 08 April, 2026 11:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરણ જોહર હાલમાં ટોક્યોમાં હૉલીવુડની દિગ્ગજ અભિનેત્રીઓ મેરિલ સ્ટ્રીપ અને ઍન હૅથવેને મળ્યો હતો. આ મુલાકાત પછી કરણ એકદમ ખુશ થઈ ગયો હતો અને તેણે આ મુલાકાતની તસવીરો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પણ શૅર કરી છે.

ટોક્યોમાં મેરિલ સ્ટ્રીપ અને ઍન હૅથવેને મળીને કરણ જોહર થઈ ગયો રાજીનો રેડ

ટોક્યોમાં મેરિલ સ્ટ્રીપ અને ઍન હૅથવેને મળીને કરણ જોહર થઈ ગયો રાજીનો રેડ


કરણ જોહર હાલમાં ટોક્યોમાં હૉલીવુડની દિગ્ગજ અભિનેત્રીઓ મેરિલ સ્ટ્રીપ અને ઍન હૅથવેને મળ્યો હતો. આ મુલાકાત પછી કરણ એકદમ ખુશ થઈ ગયો હતો અને તેણે આ મુલાકાતની તસવીરો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પણ શૅર કરી છે. કરણે પોતાની પોસ્ટમાં બન્ને અભિનેત્રીઓ પ્રત્યેનો આદર અને પ્રશંસા વ્યક્ત કરતાં લખ્યું કે ‘આ માત્ર કૅપ્શન નથી, પણ એક કન્ફેશન છે. હું મેરિલ સ્ટ્રીપની અદ્વિતીય પ્રતિભાથી ખૂબ પ્રેરિત છું અને તેમને અભિનયની દુનિયામાં ગુરુ સમાન માનું છું. મેં ‘ધ ડેવિલ વેઅર્સ પ્રાડા’ ફિલ્મ ઓછામાં ઓછી ૪૭ વખત જોઈ છે. મેરિલ સ્ટ્રીપ અને ઍન હૅથવે સાથે ઊભા રહેતી વખતે મને પોતાની લાગણીઓને કાબૂમાં રાખવાનું મુશ્કેલ લાગ્યું અને મારા પગ ધ્રૂજી રહ્યા હતા. આ ક્ષણ મારા માટે એટલી ખાસ છે કે હું આ યાદોને જીવનભર માટે સાચવી રાખવા માગું છું.’  


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK