IPL 2026માં મળેલા બ્રેક દરમ્યાન સંજુ સૅમસન પોતાના વતન કેરલાના કાલિકટ પહોંચ્યો હતો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
IPL 2026માં મળેલા બ્રેક દરમ્યાન સંજુ સૅમસન પોતાના વતન કેરલાના કાલિકટ પહોંચ્યો હતો. અહીં તેણે બાળકો સાથે ગલી-ક્રિકેટનો આનંદ માણ્યો હતો. તેણે બૅટિંગ અને વિકેટકીપિંગ કરી હતી. મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો હીરો સંજુ સૅમસન IPL 2026માં પોતાની નવી ટીમ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. ઓપનર તરીકે તેણે ચેન્નઈ સુપર કિંગ્સ માટે ૩ મૅચમાં ૭.૩૩ની ઍવરેજ અને ૧૧૫.૭૮ના સ્ટ્રાઇક-રેટથી બાવીસ રન કર્યા છે.
