Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

ઇનફ, ઇનફ, ઇનફ

Published : 20 February, 2026 05:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોતાની તસવીર ક્લિક કરી રહેલા ફોટોગ્રાફર્સને આંગળી દેખાડીને જયા બચ્ચને બરાબર ખખડાવ્યા

જયા બચ્ચન અને કરણ જોહર

જયા બચ્ચન અને કરણ જોહર


મુંબઈમાં હાલમાં યોજાયેલી એક ઇવેન્ટ દરમ્યાન અભિનેત્રી જયા બચ્ચન ફરી એક વાર ફોટોગ્રાફર્સ સામે દેખાડેલા પોતાના ગુસ્સાને કારણે ચર્ચામાં આવ્યાં છે. ફંક્શનમાં બનેલી આ ઘટના દરમ્યાન કરણ જોહર પણ જયા બચ્ચન સાથે હતો. આ ઘટનાના વિડિયોમાં જોવા મળે છે કે ફોટોગ્રાફર્સ પોઝ આપવા માટે જયા બચ્ચનને ‘જયાજી, જયાજી’ કહીને બોલાવે છે. આ સાંભળીને જયા બચ્ચન અચાનક નારાજ થઈ જાય છે અને તેમને ‘ઇનફ, ઇનફ, ઇનફ’ કહીને અટકાવે છે. તેમના આ વર્તન પછી ફોટોગ્રાફર્સ શાંત થઈ જાય છે. આ પછી જયા બચ્ચન કરણ જોહર સાથે વાત કરે છે. આ વાતચીત વખતે કરણ જોહર હળવાશથી જયા બચ્ચનની પ્રશંસા કરતાં કહે છે કે જેન-ઝીથી લઈને ફોટોગ્રાફર્સ સુધી દરેક વ્યક્તિ તેમના માટે ઑબ્સેસ્ડ છે. આ સાંભળીને જયા બચ્ચન હસી પડે છે. આ પછી કરણ જોહર તેમને ગળે લગાવે છે અને તેઓ પણ પ્રેમથી પ્રતિસાદ આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 05:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK