Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કભી અલવિદા ના કહનાની વાર્તા પરથી બની રહી છે વેબ-સિરીઝ

કભી અલવિદા ના કહનાની વાર્તા પરથી બની રહી છે વેબ-સિરીઝ

Published : 27 April, 2026 12:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે ખબર આવી રહી છે કે કરણ જોહર આ ફિલ્મની સ્ટોરીને વેબ-સિરીઝના સ્વરૂપમાં OTT પર લાવવા માટે તૈયારી કરી રહ્યો છે. કરણે જણાવ્યું છે કે આ લૉન્ગ-ફૉર્મ વેબ-સિરીઝ માટે તેની એક મોટા OTT પ્લૅટફૉર્મ સાથે વાતચીત ચાલી રહી છે અને એ જલદી રિલીઝ થશે.

કભી અલવિદા ના કહનાની વાર્તા પરથી બની રહી છે વેબ-સિરીઝ

કભી અલવિદા ના કહનાની વાર્તા પરથી બની રહી છે વેબ-સિરીઝ

૨૦૦૬માં જ્યારે ફિલ્મમેકર કરણ જોહરની ફિલ્મ ‘કભી અલવિદા ના કહના’ રિલીઝ થઈ હતી ત્યારે ફિલ્મના વિષયને લઈને ભારે ચર્ચા અને વિવાદ થયો હતો. લગ્નબાહ્ય સંબંધો જેવા બોલ્ડ વિષય પર આધારિત આ ફિલ્મમાં શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, રાની મુખરજી, પ્રીતિ ઝિન્ટા અને અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા.
હવે ખબર આવી રહી છે કે કરણ જોહર આ ફિલ્મની સ્ટોરીને વેબ-સિરીઝના સ્વરૂપમાં OTT પર લાવવા માટે તૈયારી કરી રહ્યો છે. કરણે જણાવ્યું છે કે આ લૉન્ગ-ફૉર્મ વેબ-સિરીઝ માટે તેની એક મોટા OTT પ્લૅટફૉર્મ સાથે વાતચીત ચાલી રહી છે અને એ જલદી રિલીઝ થશે.

આવી રહી છે ‘કૉફી વિથ કરણ’ની નવમી સીઝન

કરણ જોહરે હાલમાં એક ફંક્શનમાં પોતાના લોકપ્રિય ટૉક-શો ‘કૉફી વિથ કરણ’ની આગામી સીઝન વિશે જાહેરાત કરી છે. તેણે કહ્યું છે કે આ શોની નવમી સીઝન આ વર્ષે દિવાળી વખતે આવશે.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK