Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > મુસાફરી દરમિયાન તમારી ત્વચાની સંભાળ કેવી રીતે રાખશો?

મુસાફરી દરમિયાન તમારી ત્વચાની સંભાળ કેવી રીતે રાખશો?

Published : 26 March, 2026 01:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલ ઉનાળાની રજાઓનો સમય એટલે ટ્રાવેલ, મજા અને નવી જગ્યાઓ શોધવાની સીઝન. પરંતુ આ દરમિયાન ત્વચાની કાળજી રાખવી એટલી જ જરૂરી છે. ભારે સ્કિન-કૅર રૂટીન ફૉલો કરવું ટ્રાવેલમાં મુશ્કેલ બને છે એટલે અહીં આપી છે એક સરળ અને અસરકારક મિનિમમ સ્કિન-કૅર ગાઇડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અત્યારે ઉનાળાની રજાઓની સીઝન જામી છે. હિલ સ્ટેશન વેકેશન, બીચ વેકેશન, ઍડ્વેન્ચર વેકેશન પર જવાનું પ્લાનિંગ થઈ રહ્યું હશે. પરંતુ મુસાફરી દરમિયાન બદલાતું હવામાન, ધૂળ, પ્રદૂષણ અને સૂર્યનો આકરો તાપ તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. અચાનક થતા ફેરફારોને કારણે ત્વચા નિસ્તેજ બની જાય છે અથવા ખીલ અને ટૅનિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે. જો તમે પણ આ વેકેશનમાં ક્યાંક બહાર જવાનું વિચારી રહ્યા હો તો આ મિનિમમ સ્કિન-કૅર ગાઇડ તમારા કામમાં આવશે.

૧. સન પ્રોટેક્શન



ઉનાળામાં સૂર્યનાં હાનિકારક UV કિરણો ખૂબ જ શક્તિશાળી હોય છે. પછી ભલે તમે હિલ સ્ટેશન પર હો કે બીચ પર, સનસ્ક્રીન અનિવાર્ય છે. ઓછામાં ઓછું SPF 50વાળું સનસ્ક્રીન પસંદ કરો જે બ્રૉડ સ્પેક્ટ્રમ હોય. યાદ રાખો, સનસ્ક્રીન માત્ર એક વાર લગાવી દેવાથી ચાલતું નથી. જો તમે સતત બહાર ફરતા હો તો દર ૩ કલાકે એને ફરીથી લગાવવું જરૂરી છે.


૨. હાઇડ્રેશન

મુસાફરી દરમિયાન આપણે ઘણી વાર પાણી પીવાનું ભૂલી જઈએ છીએ. ડીહાઇડ્રેશનની અસર સૌથી પહેલાં ચહેરા પર દેખાય છે. દિવસમાં ઓછામાં ઓછું ૩-૪ લીટર પાણી પીઓ. આ ઉપરાંત તમારી કિટમાં ફેસ મિસ્ટ અથવા ગુલાબજળ રાખો. જ્યારે પણ થાક લાગે અથવા ચહેરો ડ્રાય લાગે ત્યારે એના સ્પ્રેથી ત્વચાને તરત જ હાઇડ્રેશન અને તાજગી મળશે.


૩. ક્લેન્ઝિંગ અને મૉઇશ્ચરાઇઝિંગ

ટ્રાવેલિંગ દરમિયાન ચહેરા પર ધૂળના થર જામી જાય છે. રાત્રે સૂતાં પહેલાં ચહેરાને કોઈ સારા જેન્ટલ ક્લેન્ઝરથી સાફ કરવાનું ક્યારેય ન ભૂલો. ત્યાર બાદ હળવું હાઇડ્રેટિંગ મૉઇશ્ચરાઇઝર લગાવો. જો તમે ઠંડા પ્રદેશમાં જઈ રહ્યા હો તો ત્વચા ફાટે નહીં એ માટે થોડું હેવી મૉઇશ્ચરાઇઝર વાપરવું હિતાવહ છે.

૪. હોઠ અને આંખોની સંભાળ

આપણે ઘણી વાર હોઠની સંભાળ લેવાનું ભૂલી જઈએ છીએ. તડકા અને પવનને કારણે હોઠ જલદી સુકાઈ જાય છે તેથી SPFવાળું લિપ બામ સાથે રાખો. એવી જ રીતે આંખોને સુરક્ષિત રાખવા માટે હાઈ ક્વૉલિટી સનગ્લાસિસ પહેરો.

૫. મિનિમલિઝમ અપનાવો

ટ્રાવેલિંગમાં બહુ બધી પ્રોડક્ટ્સ લઈ જવાની જરૂર નથી. માત્ર જરૂરી વસ્તુઓ જેમ કે ફેસવૉશ, સનસ્ક્રીન, મૉઇશ્ચરાઇઝર અને લિપ બામની નાની ટ્રાવેલ સાઇઝ બૉટલ્સ રાખો. ભારે મેકઅપ કરવાનું ટાળો જેથી તમારી ત્વચા મુક્તપણે શ્વાસ લઈ શકે.

Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK