Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જીહજૂરી કરતા લોકો નથી ગમતા કરીનાને, મોઢા સ્પષ્ટ બોલનારા ગમે

જીહજૂરી કરતા લોકો નથી ગમતા કરીનાને, મોઢા સ્પષ્ટ બોલનારા ગમે

26 July, 2024 07:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની બેસ્ટ ફ્રેન્ડ અનિલ કપૂરની પ્રોડ્યુસર દીકરી રિયા કપૂર છે.

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન


કરીના કપૂર ખાનને ચાપલૂસી કરનારા લોકો જરાય નથી ગમતા. તેને એવા લોકો ગમે છે જેઓ મોઢા પર સ્પષ્ટ કહી દે. સાથે જ તેની બેસ્ટ ફ્રેન્ડ અનિલ કપૂરની પ્રોડ્યુસર દીકરી રિયા કપૂર છે. કરીનાનું કહેવું છે કે તે પોતાના વિચારો સ્પષ્ટ માંડે છે. એ વિશે કરીના કહે છે, ‘રિયા મારી ક્લોઝ ફ્રેન્ડમાંની એક છે. તે મારી લાઇફમાં છે એથી હું પોતાને નસીબદાર ગણું છું. જો તેને એમ લાગે કે હું ક્યાંક ખોટી છું તો તે પ્રામાણિકપણે મને જણાવી દે છે. આવા પ્રકારનાં રિલેશન અમારી વચ્ચે છે. તે મારા કરતાં ઉંમરમાં નાની છે, પરંતુ ઘણી સમજદાર છે. આવા લોકો મને જોઈએ. મને જીહજૂરી કરતા લોકો નથી પસંદ. મને એવા લોકો ગમે છે જેઓ હું જ્યારે સારું કામ કરું ત્યારે પ્રશંસા કરે અને જો મારું કામ સારું ન લાગે તો મોઢા પર કહી દે.’


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2024 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK