કરીના કપૂરે પોતાની આગામી ફિલ્મ ‘દાયરા’ના મ્યુઝિક-લૉન્ચમાં પહેરેલી લહેરિયા સાડીથી બહેન કરિશ્મા કપૂરની ‘ઝુબૈદા’નો લુક રીક્રીએટ કર્યો. તેણે બન્નેની તસવીરોનો કોલાજ શૅર કરીને બહેનોની એકસરખી પસંદની વાત કરી.
કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર
કરીના કપૂર ખાન હાલમાં ૧૮ સપ્ટેમ્બરે રિલીઝ થનારી પોતાની આગામી ફિલ્મ ‘દાયરા’ને લઈને ચર્ચામાં છે. હાલમાં ફિલ્મના મ્યુઝિક-લૉન્ચમાં કરીનાએ પહેરેલી લહેરિયા સાડીના લુકની બહુ ચર્ચા થઈ હતી. હવે કરીનાએ ખુલાસો કર્યો હતો કે તેણે આ સાડી પહેરીને બહેન કરિશ્મા કપૂરના ફિલ્મ ‘ઝુબૈદા’ના લુકને રીક્રીએટ કર્યો હતો. કરીનાએ સોશ્યલ મીડિયામાં પોતાની અને કરિશ્માની ‘ઝુબૈદા’ના લુકવાળી તસવીરોનો એક કોલાજ શૅર કર્યો હતો. આ કોલાજમાં કરીનાની તસવીરની સાથે ફિલ્મ ‘ઝુબૈદા’માં કરિશ્મા કપૂરની એક તસવીર પણ હતી. આ તસવીરમાં બન્ને બહેનોએ એકસરખી મલ્ટિકલર સાડી પહેરી હતી. કરીનાએ આ પોસ્ટ શૅર કરતાં લખ્યું હતું કે ‘મને હંમેશાં ખબર હતી કે આપણી પસંદ સારી છે... સિસ્ટર્સ ફૉરેવર.’
