વિકી કૌશલ અને કૅટરિના કૈફ લંડનમાં ક્રિસમસ ઊજવીને ગઈ કાલે ભારત પાછાં ફર્યાં હતાં
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
વિકી કૌશલ અને કૅટરિના કૈફ લંડનમાં ક્રિસમસ ઊજવીને ગઈ કાલે ભારત પાછાં ફર્યાં હતાં. કૅટરિનાની ફૅમિલી લંડનમાં રહે છે એટલે બન્ને ક્રિસમસ સેલિબ્રેટ કરવા ત્યાં ગયાં હતાં. કૅટરિનાએ આ લંડન વેકેશનની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે જેમાં તે અને વિકી નિર્જન, વેરાન જગ્યામાં ચાલતાં દેખાય છે તથા દરિયાકિનારે બેઠાં છે. વિકી અને કૅટરિના સાથે ફૅમિલી-મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ પણ જોડાયાં હતાં.