Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૅટરિના કૈફની પહેલવહેલી જાહેરાત હતી તામિલનાડુના ચીફ મિનિસ્ટર વિજય સાથે

કૅટરિના કૈફની પહેલવહેલી જાહેરાત હતી તામિલનાડુના ચીફ મિનિસ્ટર વિજય સાથે

Published : 18 July, 2026 02:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ જાહેરાતમાં કામ કરવાનો પોતાનો અનુભવ જણાવતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘એ સમયે હું મુંબઈની તમામ મોટી અને નાની ઍડ-એજન્સીઓની યાદી બનાવી લેતી હતી. પછી ટૅક્સીમાં બેસીને એક પછી એક તમામ એજન્સીઓમાં જતી હતી.

કૅટરિના કૈફની પહેલવહેલી જાહેરાત હતી તામિલનાડુના ચીફ મિનિસ્ટર વિજય સાથે

કૅટરિના કૈફની પહેલવહેલી જાહેરાત હતી તામિલનાડુના ચીફ મિનિસ્ટર વિજય સાથે


કૅટરિના કૈફે ફિલ્મોમાં સફળતા મેળવતાં પહેલાં કારકિર્દીની શરૂઆત મોડલિંગ અને જાહેરાતોથી કરી હતી. તેની ફિલ્મી કારકિર્દીના શરૂઆતના સંઘર્ષ વિશે તો ઘણા લોકો જાણે છે પણ બહુ ઓછા લોકોને ખબર છે કે કૅટરિનાની પહેલી જાહેરાતમાં તેની સાથે તામિલનાડુના વર્તમાન ચીફ મિનિસ્ટર વિજય જોવા મળ્યા હતા.

આ જાહેરાતમાં કામ કરવાનો પોતાનો અનુભવ જણાવતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘એ સમયે હું મુંબઈની તમામ મોટી અને નાની ઍડ-એજન્સીઓની યાદી બનાવી લેતી હતી. પછી ટૅક્સીમાં બેસીને એક પછી એક તમામ એજન્સીઓમાં જતી હતી. મેં સાબુની ઘણી ડમી જાહેરાતો કરી છે. મને તો મોટા ભાગે સાબુની જ જાહેરાતો મળતી હતી. માત્ર એક જાહેરાત મને મળી નહોતી જેમાં કબડ્ડી રમવાની હતી, કારણ કે મને ત્યારે ખબર જ નહોતી કે કબડ્ડી શું હોય છે. મારી પહેલી જાહેરાત વિજય સર સાથે હતી. એ કોકાકોલાની જાહેરાત હતી અને એમાં હું બૅલે ડાન્સર બની હતી, પણ મને તો ડાન્સ પણ આવડતો નહોતો. આ પછી મારી એક મિત્રએ જાહેરાત જોઈને કહ્યું હતું કે તું દુનિયાની સૌથી અણઘડ બૅલે ડાન્સર લાગી રહી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2026 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK