ગઈ કાલે કૅટરિનાએ પોતાના સોશ્યલ મીડિયા પર ફૅન્સ સાથે આ ગિફ્ટની ઝલક શૅર કરી. આ ગિફ્ટ-હૅમ્પર આલિયાના કિડ્સવેઅર બ્રૅન્ડ ‘એડ-એ-મમ્મા’ તરફથી મોકલવામાં આવ્યું છે.
કૅટરિના કૈફ અને વિકી કૌશલના દીકરા માટે આલિયા ભટ્ટે મોકલી ખાસ ગિફ્ટ
કૅટરિના કૈફ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં દીકરા વિહાનની મમ્મી બની છે અને હાલમાં દીકરાની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. આ સંજોગોમાં આલિયા ભટ્ટે હાલમાં કૅટરીના અને વિકી કૌશલના દીકરા માટે ખૂબ જ ક્યુટ અને ખાસ ગિફ્ટ-હૅમ્પર મોકલીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. ગઈ કાલે કૅટરિનાએ પોતાના સોશ્યલ મીડિયા પર ફૅન્સ સાથે આ ગિફ્ટની ઝલક શૅર કરી. આ ગિફ્ટ-હૅમ્પર આલિયાના કિડ્સવેઅર બ્રૅન્ડ ‘એડ-એ-મમ્મા’ તરફથી મોકલવામાં આવ્યું છે. સુંદર રીતે પૅક કરાયેલા આ બૉક્સમાં સૉફ્ટ નીટેડ બ્લુ બની ટૉય અને એની સાથે મેળ ખાતું ટેક્સચર્ડ બ્લૅન્કેટ જોવા મળ્યું. આ આખું હૅમ્પર નવજાત બાળક માટે ખૂબ કમ્ફર્ટેબલ લાગતું હતું. કૅટરિનાએ આ ગિફ્ટ માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેને આ ગિફ્ટ ખૂબ ગમી છે.
