કીર્તિ અને રાજીવ સિદ્ધાર્થ ‘ફૉર મોર શૉટ્સ પ્લીઝ’ નામની વેબ-સિરીઝમાં સાથે કામ કરી રહ્યાં છે
ચર્ચા છે કે કીર્તિ અને ઍક્ટર રાજીવ સિદ્ધાર્થ હાલમાં ડેટિંગ કરી રહ્યાં છે
‘પિન્ક’ અને ‘ઇન્દુ સરકાર’ જેવી ફિલ્મોમાં નોંધપાત્ર કામ કરનાર ઍક્ટ્રેસ કીર્તિ કુલ્હારીના જીવનમાં ડિવૉર્સનાં ચાર વર્ષ પછી નવી રિલેશનશિપનું આગમન થયું છે. ચર્ચા છે કે કીર્તિ અને ઍક્ટર રાજીવ સિદ્ધાર્થ હાલમાં ડેટિંગ કરી રહ્યાં છે અને તેમની રોમૅન્ટિક તસવીરો ચર્ચામાં છે. કીર્તિ અને રાજીવ સિદ્ધાર્થ ‘ફૉર મોર શૉટ્સ પ્લીઝ’ નામની વેબ-સિરીઝમાં સાથે કામ કરી રહ્યાં છે. પ્રાઇમ વિડિયો પર આ શોની ત્રણ સીઝન આવી ગઈ છે અને ચોથી સીઝન આવવાની તૈયારીમાં છે. કીર્તિ અને રાજીવે હજી સુધી તેમના સંબંધને સત્તાવાર રીતે જાહેર કર્યો નથી પણ તેમની નિકટતાના પુરાવા જેવી તસવીરો ચર્ચામાં છે.
કીર્તિના ભૂતકાળની વાત કરીએ તો તેણે ૨૦૧૬માં સાહિલ સહગલ નામના આર્ટિસ્ટ સાથે લગ્ન કર્યાં હતાં પણ લગ્નનાં પાંચ વર્ષ પછી સોશ્યલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી હતી.


